OMG...પુત્રી જસલીન માટે પિતાએ જ બનાવી હતી બે એડલ્ટ ફિલ્મ? સૌથી મોટો ખુલાસો

ભજન સમ્રાટ ગણાતા અનૂપ જલોટા અને તેમની પ્રેમિકા જસલીન મથારુની જોડી બિગબોસ સિઝન 12ના પહેલા દિવસથી જ સૌથી વધુ ચર્ચામાં રહી છે. હવે જસલીનને લઈને એક એવી વાત સામે આવી છે જે મોટાભાગના લોકોને ખબર નહીં હોય. 

OMG...પુત્રી જસલીન માટે પિતાએ જ બનાવી હતી બે એડલ્ટ ફિલ્મ? સૌથી મોટો ખુલાસો

નવી દિલ્હી: ઈન્ડિયન ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના સૌથી વિવાદાસ્પદ રિયાલિટી ટીવી શો બિગ બોસ પોતાની 12મી સિઝન સાથે આવી ગયો છે. આ વખતે શોમાં કન્ટેસ્ટન્ટ્સ જોડીઓ અને સેલિબ્રિટીઝ તરીકે  ભાગ લઈ રહ્યાં છે. આ બધામાં ભજન સમ્રાટ ગણાતા અનૂપ જલોટા અને તેમની પ્રેમિકા જસલીન મથારુની જોડી પહેલા દિવસથી જ સૌથી વધુ ચર્ચામાં રહી છે. હવે જસલીનને લઈને એક એવી વાત સામે આવી છે જે મોટાભાગના લોકોને ખબર નહીં હોય. 

જસલીન અને અનૂપ જલોટાના સંબંધને લઈને નારાજગી વ્યક્ત કરી ચૂકેલા જસલીનના પિતા કેસર મથારુ પોતે જસલીન માટે બે એડલ્ટ ફિલ્મ બનાવી ચૂક્યા છે. આ બંને ફિલ્મોના નામ ધ ડર્ટી રિલેશન (2013) અને ધ ડર્ટી બોસ(2016) છે. આ બંને ફિલ્મોનું લેખને અને ડાઈરેક્શન કેસર મથારુએ કર્યું છે. બંને ફિલ્મોમાં જસલીન ખુબ બોલ્ડ અને સિઝલિંગ અવતારમાં છે. અત્રે જણાવવાનું કે ધ ડર્ટી બોસમાં જસલીનની સામે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરનો ભાઈ રાજુ ખેર છે. ફિલ્મની વાર્તા લગ્નેતર સંબંધો પર આધારિત છે. 

અત્રે જણાવવાનું કે હાલમાં જ ઝી મીડિયા સાથે વાતચીતમાં જસલીનના પિતા કેસર મથારુએ કહ્યું હતું કે જ્યારે જસલીને અનૂપજી સાથે બિગ બોસના સેટ પર પોતાના સંબંધને લઈને ખુલાસો  કર્યો તો તેમનો આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. આ સંબંધથી તેઓ બિલકુલ ખુશ નથી અને સંબંધને ક્યારેય પોતાની સહમતિ આપશે નહીં. 

હાલ બિગબોસના ઘરની અંદર અનૂપ જલોટા અને જસલીન વચ્ચે ખુબ સારુ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. આ શોની અંદર જસલીન પોતાના લુક્સને લઈને ખુબ સજાગ જોવા મળી રહી છે. સવારે ઉઠતા જ તે સૌથી પહેલા તેના લિપ્સ પર બામ કે લિપ્સ્ટિક લગાવે છે ને ત્યારબાદ જઈને અનૂપ જલોટાને ગુડ મોર્નિંગ કહે છે. જો કે શોની શરૂઆતના દિવસોમાં બંનેના સંબંધોને લઈને અન્ય કન્ટેસ્ટન્ટ્સે સવાલ પણ ઉઠાવ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news