કૃતિ સેનને બેડરૂમમાંથી વીડિયો શેર કર્યો, કહ્યું- આજે હું એકલી સુઈ રહી નથી
કૃતિ સેનન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પાછલી રાત અભિનેત્રી માટે ખાસ રહી કારણ કે કૃતિને ફિલ્મ મિમિ માટે બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. તેણે આ તકે એક વીડિયો શેર કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ મંગળવારની રાત્રે ફિલ્મફેર એવોર્ડસનું આયોજન થયું હતું. આ દરમિયાન ઘણા બોલીવુડ સેલિબ્રિટી પહોંચ્યા હતા. નોંધનીય છે કે ફિલ્મફેર બોલીવુડ ઇન્ડસ્ટ્રીનો સૌથી પોપ્યુલર એવોર્ડ શો છે. આ બ્લેક લેડીની ટ્રોફી જીતવાનું ઘણા સેલેબ્સનું સપનું હોય છે. કૃતિ સેનનને પાછલી રાત્રે ફિલ્મ મિમિ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મલ્યો. આ જીત બાદ કૃતિ ખુબ ખુશ છે. તેણે ટ્રોફી સાથે પોતાનો એક વીડિયો શેર કર્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરતા કૃતિએ જણાવ્યું કે તે આજે રાત્રે કોઈ સ્પેશિયલની સાથે છે.
હકીકતમાં કૃતિ પોતાની ટ્રોફી સાથે સુઈ રહી હતી. તે પોતાની પાસે ટ્રોફી રાખીને સુવે છે. વીડિયો શેર કરતા કૃતિએ લખ્યું- આજે રાત્રે હું એકલી સુવાની નથી. દિલ ભરેલું છે. બ્લેક લેડી ફાઇનલી મળી ગઈ છે. થેંક્યૂ ફિલ્મફેર આ એવોર્ડ માટે અને મારૂ સપનું પૂરુ કરવા માટે. સૌથી મોટો આભાર ડિનો અને લક્ષ્મણ સર જેણે મને આ શાનદાર રોલ આપ્યો અને હંમેશા મારા સપોર્ટર રહ્યાં. તમને બંનેને ઘણો બધો પ્રેમ. કાસ્ટ અને ક્રૂ જેણે આ ફિલ્મને સ્પેશિયલ બનાવી અને ઓડિયન્સ અને મારા ફેન્સ જેણે મિમિ અને મને આટલો બધો પ્રેમ આપ્યો. મમ્મી, પાપા અને નુપુર... મેં કરી દેખાડ્યું. આગળ વધુ મોટા સપના માટે તૈયાર..
કૃતિના આ વીડિયો સાથે તેના ફેન્સ અને સેલેબ્સ શુભેચ્છા આપી રહ્યાં છે. રણવીર સિંહ, રિયા કપૂર, અભિષેક બચ્ચન સહિત ઘણા સેલેબ્સે કૃતિને શુભેચ્છા આપી છે.
નોંધનીય છે કે કૃતિએ વર્ષ 2014માં ફિલ્મ હીરોપંતીથી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું, જેમાં ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં હતા. બંનેએ આ ફિલ્મથી બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ કૃતિએ દિલવાલે, બરેલી કી બર્ફી, લુકા છુપી, પાનીપત, મિમિ, હમ દો હમારે દો, બચ્ચન પાંડેમાં કામ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે