જિંદગી હોય તો ધર્મેન્દ્ર જેવી, તેમનો લેટેસ્ટ વીડિયો જોઈને થશે આ લાગણી
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) હાલમાં 82 વર્ષના છે પણ આજે પણ ઉર્જાથી સભર છે. હાલમાં ધર્મેન્દ્ર બોલિવૂડના ગ્લેમરથી દૂર છે
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડ (Bollywood)ના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) હાલમાં 82 વર્ષના છે પણ આજે પણ ઉર્જાથી સભર છે. હાલમાં ધર્મેન્દ્ર બોલિવૂડના ગ્લેમરથી દૂર છે અને ખેતી કરી રહ્યા છે. હકીકતમાં હાલમાં ધર્મેન્દ્રના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનેક વીડિયો નાખવામાં આવ્યા છે. આ વીડિયોમાં તે પોતાની ગાયને ચારો ખવડાવતા તેમજ ખેતી કરતા દેખાય છે. આ વીડિયોમાં ધર્મેન્દ્ર સંદેશ આપે છે કે work is worship. ધર્મેન્દ્ર ઘણીવાર પોતાના વીડિયો અને ફોટા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરે છે જે તેના ચાહકોને પસંદ પડે છે. હાલમાં આવો જ એક બીજો વીડિયો સામે આવ્યો છે જેમાં ધર્મેન્દ્ર ઝરણા પાસે પોતાની કારમાં જોવા મળી રહ્યા છે.
બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્રએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું, ‘મારી પહેલી પોસ્ટને પ્રેમ આપવા માટે તમને ખૂબ જ પ્રેમ. લાંબા સમય પછી મારા ફાર્મથી વીડિયો, લોનાવાલામાં વરસાદ. પહાડ ઉપરથી પડી રહેલા ધોધથી લઈને ઝરણા સુધીનો નજારો.’ ધર્મેન્દ્ર હાલમાં પોતાનો મોટાભાગનો સમય પોતાના ફાર્મ પર પસાર કરે છે.
ધર્મેન્દ્રનો જન્મ પંજાબના લુધિયાણાના નસરાલી ગામમાં થયો હતો. તેઓ છેલ્લા 58 વર્ષથી ફિલ્મ ઇ્ન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમણે 1960માં ફિલ્મ 'હમ ભી તેરે દિલ ભી તેરા'થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. ધર્મેન્દ્રને 1970ના દશકના મધ્યમાં દુનિયાના સૌથી હેન્ડસમ પુરુષમાં સ્થાન મળ્યું હતું. ધર્મેન્દ્રએ બે લગ્ન અનુક્રમે પ્રકાશ કૌર તેમજ હેમા માલિની સાથે કર્યા છે. સની દેઓલ અને બોબી દેઓલ બોલિવૂડમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી ચુક્યા છે. સની તો સાંસદ બનીને રાજનીતિના મેદાનમાં ઉતરી ચૂક્યો છે.
LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે