આ દિવસે રિલીઝ થશે અત્યાર સુધીની સૌથી બોલ્ડ ફિલ્મ, એકલામાં જોજો VIDEO, સો ટકા તમે કાબૂમાં નહીં રહી શકો!
લેસ્બિયન પ્રેમ પર આધારિત કહાની ધરાવતી આ ફિલ્મ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતી. ગોપાલ વર્માની સૌથી વિવાદાસ્પદ ફિલ્મોમાં તેનો સમાવેશ થાય છે. ઘણા વિવાદો બાદ આખરે તે 8મી એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
Trending Photos
નવી દિલ્હીઃ આખરે બોલિવુડના જાણીતા ડિરેક્ટર રામ ગોપાલ વર્માની પ્રથમ લેસ્બિયન પર બનેલી સૌથી વિવાદાસ્પદ ફિલ્મ 'ખતરાઃ ડેન્જરસ' હવે રિલીઝ થવા જઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે આ ફિલ્મને સેન્સર બોર્ડે પાસ કરી દીધી છે. ફિલ્મને સેન્સર બોર્ડની લીલી ઝંડી મળતા જ તેની રીલીઝ થવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
8 એપ્રિલે થશે રિલીઝ
લેસ્બિયન પ્રેમ પર આધારિત કહાની ધરાવતી આ ફિલ્મ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતી. ગોપાલ વર્માની સૌથી વિવાદાસ્પદ ફિલ્મોમાં તેનો સમાવેશ થાય છે. ઘણા વિવાદો બાદ આખરે તે 8મી એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
GREAT NEWS ! DANGEROUS: KHATRA has passed through CENSOR ..It’s India’s 1st LESBIAN background film ever since the honourable Supreme Court repealed section 377 ..Will be confirming release date soon …Watch Trailer https://t.co/jsnyRRUlIl pic.twitter.com/kODCqkD4UD
— Ram Gopal Varma (@RGVzoomin) February 10, 2022
ફિલ્મને મળ્યું 'A' સર્ટિફિકેટ
પોતાના બોલ્ડ વિષય અને સ્ત્રી સમલૈંગિક પ્રેમ કહાનીને લઈને ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા પાસ થવાની રાહ જોવાઈ રહી હતી. તેનું ટ્રેલર રિલીઝ થયા બાદ તેનો વિરોધ સામે આવ્યો છે. હવે આ ફિલ્મને સેન્સર બોર્ડે 'A' સર્ટિફિકેટ સાથે પાસ કરી દીધી છે.
રામ ગોપાલ વર્માએ કહી આ વાત
રામ ગોપાલ વર્માએ ટ્વિટર દ્વારા ફિલ્મના પોસ્ટર પર રિલીઝ ડેટ શેર કરીને ખુશી વ્યક્ત કરી છે. તાજેતરમાં જ તેમના ઈન્ટરવ્યુમાં રામ ગોપાલ વર્માએ જણાવ્યું હતું કે 'ખતરાઃ ડેન્જરસ'ના સેન્સરમાંથી પસાર થવામાં અમને કોઈ ડર કે ખરાબ થવાની અપેશા નહોતી, કારણ કે આ બે મહિલાઓ વચ્ચેની લવ સ્ટોરી છે. પરંતુ કલમ 377 હટાવ્યા બાદ સમલૈંગિક સંબંધોને કાયદેસરતા આપવામાં આવી છે. 'ખતરાઃ ડેન્જરસ' એ સર્ટિફિકેટ મેળવનારી પ્રથમ ભારતીય લેસ્બિયન ફિલ્મ છે. જો તેને A પ્રમાણપત્ર ન મળ્યું હોય તો હું ખૂબ નિરાશ થયો હોત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે