Special Story : મિસિસ નિક બનવા તૈયાર પ્રિયંકાનો ભૂતકાળ છે રંગીન, ગાજ્યા છે 5 પ્રેમપ્રકરણ
હાલમાં ચર્ચા છે કે પ્રિયંકા અને નિક ઓક્ટોબર મહિનામાં લગ્ન કરી લેવાના છે
Trending Photos
મુંબઈ : પ્રિયંકા ચોપડાની ગણતરી બોલિવૂડની ખૂબસુરત અને ટેલેન્ટેડ હિરોઇન તરીકે થાય છે. હવે પ્રિયંકા હોલિવૂડ સ્ટાર નિક જોનસ સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. ચર્ચા છે કે પ્રિયંકા અને નિક ઓક્ટોબર મહિના સુધી લગ્ન કરી લેશે. પ્રિયંકાએ આ કારણોસર સલમાન ખાન સાથે 'ભારત'માં કામ કરવાની ના પાી દીધી છે. જોકે, પ્રિયંકાનો ભૂતકાળ બહુ રંગીન છે. આ પહેલાં તેના 5 જેટલા પ્રેમપ્રકરણ ગાજ્યા છે.
1. અસીમ મર્ચન્ટ : પ્રિયંકા ચોપડાએ જ્યારે મોડલિંગની દુનિયામાં પગ મુક્યો હતો ત્યારે તેની મુલાકાત અસીમ સાથે થઈ હતી. તેમના સંબંધો ગાઢ હતા પણ 2000માં પ્રિયંકા મિસ વર્લ્ડ બની પછી તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું.
2. અક્ષયકુમાર : પ્રિયંકા ચોપડાએ જ્યારે બોલિવૂડમાં પગ મુક્યા ત્યારે તેનું નામ અક્ષયકુમાર સાથે જોડાયું હતું. અક્ષય અને પ્રિયંકાએ એકબીજા સાથે અંદાજ, મુઝસે શાદી કરોગી, એતરાઝ અને વક્ત જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તેમના અફેરની ચર્ચા એટલી ચાલી હતી કે અક્ષયની પત્ની ટ્વિન્કલે પતિને પ્રિયંકા સાથે ફરી કામ કરવાની ચેતવણી આપી દીધી હતી.
3. હરમન બાવેજા : પ્રિયંકા ચોપડા અને હરમન બાવેજાનું અફેર લગભગ 5 વર્ષ સુધી ચાલ્યું હતું. આ સમય દરમિયાન તેમણે લવસ્ટોરી 2050 અને વોટ્સ યોર રાશિ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું પણ પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. તેમની ફિલ્મ લવસ્ટોરી 2050 ફ્લોપ થઈ જતા બંને આખરે અલગ થઈ ગયા હતા.
4. શાહરૂખ ખાન : પ્રિયંકા ચોપડા અને શાહરૂખ ખાને ડોન 2 સહિત કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ સમય દરમિયાન તેમની વચ્ચે પ્રેમપ્રકરણ શરૂ થઈ ગયું હતું પણ પછી એકબીજાથી દૂર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે શાહરૂખની પત્ની ગૌરીને આ નિકટતા પસંદ નહોતી અને એના કારણે બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા.
5. શાહિદ કપૂર : શાહિદ અને પ્રિયંકાએ ક્યારેય જાહેરમાં તેમનો સંબંધ નથી સ્વીકાર્યો પણ તેમનું પ્રેમ પ્રકરણ બોલિવૂડમાં ઓપન સિક્રેટ છે. કરીના કપૂર ખાન સાથેના બ્રેક-અપ પછી શાહિદ અને પ્રિયંકા નિકટ આવ્યા હતા. જોકે થોડા સમય પછી બંને અલગ થઈ ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે