બોલ ટેમ્પરિંગ વિવાદના 4 મહિના બાદ પીટર હેડ્સકોમ્બે તોડ્યુ મૌન, કહ્યું-વીડિઓ એડિટ કરવામાં આવ્યો હતો
પીટર હેડ્સકોમ્બે આગામી મહિને ભારતના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયા એ ટીમની સાથે આવશે. અહીં તેનું પ્રદર્શન સારૂ રહેશે તો તેને પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી શ્રેણીમાં તક મળી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના બોલ ટેમ્પરિંગ વિવાદના ચાર મહિના બાદ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર પીટર હેડ્સકોમ્બે આ મામલે મૌન તોડ્યુ છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ માર્ચમાં બોલ ટેમ્પરિંગને લઈને મોટો વિવાદ થયો હતો. આ મામલામાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આકરો નિર્ણય લેતા સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષ અને કેમરૂન બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો. આ મામલામાં પીટર હેડ્સકોમ્બે તે દાવો કર્યો કે બોલ ટેમ્પરિંગનો દેખાડેલો વીડિઓ એડિટ કરેલો હતો.
foxsports.com.au ના રિપોર્ટ અનુસાર આ મામલા પર પ્રથમવાર પોતાની વાત કરતા હેડ્સકોમ્બે કહ્યું કે, આ વીડિઓને મીડિયાએ શાનદાર રીતે એડિટ કર્યો છે. મહત્વનું છે કે બેનક્રોફ્ટ, સ્મિથ અને વોર્નર બહાર થતા ચોથા ટેસ્ટ મેચમાં હેડ્સકોમ્બની ટીમમાં વાપસી થઈ હતી. તેનું કહેવું છે કે હવે તે આગળ વધવા તૈયાર છે અને તેનું ધ્યાન ટીમમાં સ્થાન મેળવવા પર છે.
બોલ ટેમ્પરિંગ મામલા પર વાત કરતા પીટર હેડ્સકોમ્બે કહ્યું, આ વીડિઓમાં તે મેદાન પર જતા પહેલા કોચ ડેરન લેહમન સાથે વોકી-ટોકી પર વાત કરી રહ્યો છે. વાતચીતમાં તે કેમરૂન બેનક્રોફ્ટને મેસેજ ડિલીવર કરવાનું કહી રહ્યાં છે. પીટર હેડ્સકોમ્બે કર્યું, આ વાસ્તવમાં આ ચોંકાવનારી વાત છે કે મીડિયાએ તેને કઈ રીતે એડિટ કર્યો છે. તેમાં મને વોકી-ટોકી પર કેમરૂન સાથે વાત કરતો દેખાડવામાં આવ્યો છે.
મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર એક વીડિઓ વાયરલ થયો હતો. જેમાં બેનક્રોફ્ટ બોલ પર સેંડપેપર ઘસી રહ્યો છે. બેનક્રોફ્ટ બોલને ખરાબ કરતા પકડાયા બાદ કોચ લેહમને વોકી-ટોકી પર હેડ્સકોમ્બને કંઇક સૂચના આપી. ત્યારબાદ હેડ્સકોમ્બને બેનક્રોફ્ટ સાથે મેદાન પર વાતચીત કરતો દેખાડવામાં આવ્યો છે. બેનક્રોફ્ટ સેંડપેપરને પોતાના પેન્ટમાં છુપાવતો દેખાઇ રહ્યો છે.
પીટર હેડ્સકોમ્બે કહ્યું, હું કેમરૂનની પાસે કેચિંગ પોઝિશનમાં ઉભેલો હતો. હું તેની સાથે કંઇ મજાક કરી રહ્યો હતો. તે સિવાય કશું ન હતું. પરંતુ તેને તેમ દેખાડવામાં આવ્યો કે, હું કંઇક કરી રહ્યો છું. પરંતુ હેડ્સકોમ્બે લેહમન સાથે થયેલી વાતચીતનો ખુલાસો નથી કર્યો. તેણે કહ્યું કે, આ વાતચીત પહેલાજ મીડિયામાં આવી ગઈ છે.
મહત્વનું છે કે, પીટર હેડ્સકોમ્બ આગામી મહિને ભારતના પ્રવાસે ઓસ્ટ્રેલિયા એ ટીમ સાથે આવશે. જો અહીં તેનું પ્રદર્શન સારૂ રહ્યું તો તેને પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી શ્રેણીમાં તક મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે