Madhubala Birth Anniversary: દિલિપકુમાર નહીં આ અભિનેતા હતા મધુબાલાનો પહેલો પ્રેમ, જાણો કેમ અધૂરી રહી પ્રેમકહાની?
Madhubala Birth Anniversary: બોલીવુડના દિવંગત અભિનેત્રી મધુબાલાની આજે બર્થ એનીવર્સરી છે. વેલેન્ટાઈન્સ ડે એટલે કે 14 ફેબ્રુઆરીના દિવસે જન્મેલા મધુબાલાનું અસલ નામ મુમતાઝ જહાં બેગમ દહલવી હતું. બોલીવુડના એવરગ્રીન બ્યુટી ગણાતા મધુબાલાની સુંદરતાની દુનિયા દીવાની હતી.
Trending Photos
Madhubala Birth Anniversary: બોલીવુડના દિવંગત અભિનેત્રી મધુબાલાની આજે બર્થ એનીવર્સરી છે. વેલેન્ટાઈન્સ ડે એટલે કે 14 ફેબ્રુઆરીના દિવસે જન્મેલા મધુબાલાનું અસલ નામ મુમતાઝ જહાં બેગમ દહલવી હતું. બોલીવુડના એવરગ્રીન બ્યુટી ગણાતા મધુબાલાની સુંદરતાની દુનિયા દીવાની હતી. મધુબાલા 50ના દાયકામાં દર્શકોના હ્રદય પર રાજ કરતા હતા. તે સમયે તેઓ સૌથી વધુ ફી લેનારા અભિનેત્રી હતા.
મધુબાલા પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતા હતા. ખાસ કરીને દિલિપકુમાર સાથે પ્રેમ અને બ્રેકઅપ ત્યારબાદ કિશોરકુમાર સાથે લગ્નના પગલે મધુબાલા ખુબ લાઈમલાઈટમાં રહ્યા હતા. પરંતુ તમને ભાગ્યે જ ખબર હશે કે બોલીવુડના આ અભિનેત્રીને દિલિપકુમાર અગાઉ કોઈ બીજા સાથે પ્રેમ થયો હતો.
આ અભિનેતાના પ્રેમમાં હતા
મધુબાલાએ બહુ નાની ઉંમરમાં કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. તેમણે 1942માં ફિલ્મ વસંતમાં એક બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમની લીડ અભિનેત્રી તરીકેની પહેલી ફિલ્મ 1947માં આવી જ્યારે તેમણે નીલ કમલમાં અભિનય કર્યો. જેમાં બેગમ પારા અને રાજ કપૂર હતા. ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં મધુબાલાના બહેન મધુર ભૂષણને સવાલ કરાયો હતો કે શું દિલિપકુમારના પ્રેમમાં પડ્યા પહેલા મધુબાલા પ્રેમનાથને પ્રેમ કરતા હતા તો તેના પર મધુબાલાના બહેને જવાબ આપ્યો હતો 'હા'. અને કહ્યું હતું કે પરંતુ તે દિવસોમાં હિન્દુ અને મુસ્લિમ લગ્ન કરતા નહતા. આજે સમય બદલાઈ ગયો છે. મારા પિતાએ તેમના સંબંધ પર આપત્તિ જતાવી હતી.
પ્રેમનાથને ભૂલીને કેવી રીતે આગળ વધી ગયા
પોતાના પહેલા પ્રેમને ભૂલીને મધુબાલા કેવી રીતે આગળ વધી ગયા. આ અંગે જણાવતા તેમણે કહ્યું કે, આ તેમના માટે મુશ્કેલ નહતું. આ એક શોર્ટ ટાઈમ રિલેશનશીપ હતી. બંને પોતાની કરિયર બનાવવા માંગતા હતા. આ એવું હતું જેમ કે છોકરો છોકરીને મળે છે અને તેઓ એક બીજા સાથે ભવિષ્યના સપનાં જૂએ છે.
પ્રેમનાથ ઈચ્છતા હતા મધુબાલાનું ધર્મપરિવર્તન
આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે મધુરે પ્રેમનાથ માટે મધુબાલાના પ્રેમ વિશે વાત કરી હોય. 2013માં તેમણે ફિલ્મફેરને જણાવ્યું હતું કે અભિનેત્રીને પહેલા પ્રેમનાથ જોડે પ્રેમ થયો હતો. પરંતુ આ સંબંધ ફક્ત 3 મહિના સુધી ચાલ્યો અને 'ધર્મના આધાર' પર તૂટી ગયો હતો. મધુરે કહ્યું હતું કે પ્રેમનાથ ઈચ્છતા હતા કે મધુબાલાનું ધર્મ પરિવર્તન થઈ જાય પરંતુ તેમણે ના પાડી હતી.
ત્યારબાદ મધુબાલા દિલિપકુમારની નજીક આવી ગયા પણ આ સંબંધ પણ બહુ આગળ વધી શક્યો નહીં. લંડનમાં સારવાર માટે જતા પહેલા તેમણે 1960માં કિશોરકુમાર સાથે લગ્ન કરી લીધા. 1969માં તેમના મોત સુધી તેઓ પરણિત રહ્યા. લંડન જતા પહેલા ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમની પાસે જીવવા માટે ફક્ત બે વર્ષ છે પરંતુ તેઓ 9 વર્ષ સુધી બેડ પર રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે