Mandana Kariniએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ટોપલેસ તસવીર, જાણો લોકોએ શું કહ્યું...

અભિનેત્રીની આ તસવીર જોયા પછી ઇન્ટરનેટ પર લોકોએ તેમને નૈતિકતાનો પાઠ ભણાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે આવી તસવીર જાહેરમાં શેર કરવામાં તેમને શરમ નથી આવતી? એક યૂઝરે ટિપ્પણી કરી છે અને લખ્યું છે કે, 'તમને શરમ આવવી જોઈએ કે તમે મુસ્લિમ છો...'

Mandana Kariniએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ટોપલેસ તસવીર, જાણો લોકોએ શું કહ્યું...

નવી દિલ્હી: બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ઘણી અભિનેત્રીઓ છે જે પોતાનું મનનું કરવામાં ડરતી નથી અને મંદાના કરીમી (Mandana Karimi) આવી અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી મંદાના કરીમી તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે અને ચાહકોને પણ તે ખૂબ ગમે છે. ઘણી વાર તેને આ કારણોથી ટ્રોલિંગનો ભોગ બનવું પડે છે પરંતુ તેને આવી નકારાત્મક બાબતો પર ધ્યાન આપતા નથી. તાજેતરમાં જ તેણે આવી જ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં મંદાના કરીમી (Mandana Karimi) ટોપલેસ જોવા મળી હતી.

અભિનેત્રીની આ તસવીર જોયા પછી ઇન્ટરનેટ પર લોકોએ તેમને નૈતિકતાનો પાઠ ભણાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે આવી તસવીર જાહેરમાં શેર કરવામાં તેમને શરમ નથી આવતી? એક યૂઝરે ટિપ્પણી કરી છે અને લખ્યું છે કે, 'તમને શરમ આવવી જોઈએ કે તમે મુસ્લિમ છો...' ત્યારે બીજા યૂઝરે લખ્યું છે કે, 'તમારા પ્રાઇવેટ પાર્ટ્સને એક્સપોઝ કરવા એ મોટો ગુનો છે... કુરાનમાં આ પ્રકારના કામોને પાપ કહેવામાં આવ્યું છે.

એવું તો નથી કે ઇન્ટરનેટ પર તમામ લોકો મંદાના કરીમીની આ તસ્વીર પર આવી નકારાત્મક વાતો લખે. એક્ટ્રેસના ઘણા બધા ચાહકો છે જેમને આ તસવીર ઘણી પસંદ આવી છે અને તેમણે એક્ટ્રેસની સુંદરતાની પ્રસંશા પણ કરી છે. એક યૂઝરે લખ્યું છે કે, ‘તમે કેટલી સુંદર લાગો છો...’

તમને જણાવી દઇએ કે, આ કો પ્રથમ વખત નથી જ્યારે કોઇ એક્ટ્રેસની બોલ્ડ તસવીરો પર લોકોની એવી એવી કોમેન્ટ્સ આવી છે. જ્યારે પણ કોઇ એક્ટ્રેસ તની બોલ્ડ તસવીરો શેર કરે છે ત્યારે કેટલાક લોકો જરૂરથી નકારાત્મક કોમેન્ટ કરે છે. 

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news