Amitabh Bachchan થી લઈ John Abraham સુધીના સિતારાઓએ કારકિર્દીની શરૂઆતમાં કરવું પડેલું આવું કામ!

હિન્દી ફિલ્મોના સિતારાઓની શરૂઆત કઈક આવી રહી હતી, જોશો તો જૂની યાદો થઈ જશે તાજા. બોલિવુડના ટોચના સિતારાઓ જેઓએ તેમની ફિલ્મો થકી દર્શકોના દિલોમાં રાજ કર્યુ છે. દીપિકા પાદુકોણ, વિદ્યા બાલન, જ્હોન અબ્રાહમ અને શાહિદ કપૂર જેવા કલાકારોને આજે કોઈ ઓળખની જરૂર નથી. આ સિતારાઓએ તેમના કામ થકી કરોડો દર્શકોના દિલ જીત્યા છે. આ કલાકારોએ ફિલ્મો તો કરી પરંતું તેમને નોન ફિલ્મી ગીતો એટલે કે આલ્બમ સોંગ્સમાં પણ પોતાનો એક્કો જમાવ્યો હતો. અહીં એવા સિતારાઓની વાત કરીએ જેમણે ખૂબ જ હિટ થયેલા આલ્બમ સોંગ્સમાં કામ કર્યું હોય.

Amitabh Bachchan થી લઈ John Abraham સુધીના સિતારાઓએ કારકિર્દીની શરૂઆતમાં કરવું પડેલું આવું કામ!

નવી દિલ્લીઃ બોલિવુડના ટોચના સિતારાઓ જેઓએ તેમની ફિલ્મો થકી દર્શકોના દિલોમાં રાજ કર્યુ છે. દીપિકા પાદુકોણ, વિદ્યા બાલન, જ્હોન અબ્રાહમ અને શાહિદ કપૂર જેવા કલાકારોને આજે કોઈ ઓળખની જરૂર નથી. આ સિતારાઓએ તેમના કામ થકી કરોડો દર્શકોના દિલ જીત્યા છે. આ કલાકારોએ ફિલ્મો તો કરી પરંતું તેમને નોન ફિલ્મી ગીતો એટલે કે આલ્બમ સોંગ્સમાં પણ પોતાનો એક્કો જમાવ્યો હતો. અહીં એવા સિતારાઓની વાત કરીએ જેમણે ખૂબ જ હિટ થયેલા આલ્બમ સોંગ્સમાં કામ કર્યું હોય.

No description available.

1. દીપિકા પાદુકોણ:
દીપિકા પાદુકોણને હાલની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક કહીંએ તો તેમાં નવાઈ નહીં. દીપિકાએ ભલે ડેબ્યૂ શાહરૂખ ખાન સામે વર્ષ 2007માં 'ઓમ શાંતિ ઓમ'થી કર્યું હોય પરંતુ તે મોડલિંગની દુનિયામાં એક વર્ષ પહેલા આવી હતી. દીપિકાએ હિમેશ રેશમિયાના આલબમ સોંગ 'નામ હૈ તેરા'માં કામ કર્યુ હતું. આ ગીતે ધૂમ મચાવી હતી. હિમેશના ગીતમાં જોવા મળેલી દીપિકા પર ફરાહ ખાનની નજર પડી અને ત્યારબાદ દીપિકા પાદુકોણની કિસ્મત ચમકી ગઈ.

No description available.

2.વિદ્યા બાલન:
અભિનયની વાત આવે ત્યારે વિદ્યા બાલનની એકથી એક ચડિયાતી ફિલ્મો આંખો સામે આવી જાય. વિદ્યા બાલને 'પરિણીતા' ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. વિદ્યાની સફળ ફિલ્મોની વાત કરીએ તો ભૂલભૂલૈયા, ડર્ટી પિક્ચર, કહાની,લગે રહો મુન્નાભાઈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. વિદ્યા બાલને પણ  ફિલ્મો  પહેલા આલ્બમ સોંગમાં કામ કર્યું. વર્ષ 2002માં ગાયક પલાશના ગીત 'કભી આના તુ મેરી ગલી'માં જોવા મળી હતી. આ ગીત ખૂબ જ હિટ રહ્યુ હતું.

No description available.

3. જ્હોન અબ્રાહમ:
બોલિવુડના એકશન હિરો અને હેન્ડસમ હંક કહેવાતા જ્હોન અબ્રાહમે પણ શરૂઆતમાં આલ્બમ ગીતમાં કામ કર્યુ હતું. 90ના દાયકાના અંતમાં જ્યારે આલ્બમ ગીતોની મૌસમ પૂરબહારમાં ખીલી હતી ત્યારે જ્હોન અબ્રાહમે પંકજ ઉદ્યાસના આલ્બમ ગીત 'ચૂપકે ચૂપકે સખીઓ સે વો'  ગીતમાં કામ કર્યુ હતું. આ ગીત જ્યારે રિલીઝ થયું ત્યારે કોણે વિચાર્યું હશે કે આ મેલ મોડલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો મોટો સ્ટાર બનશે.

No description available.

4. બિપાશા બાસુ:
ફિલ્મો કરતા તેના ગ્લેમરસ અંદાજ અને ખૂબસુરતીના કારણે બિપાશા બાસુની ફેન ફોલોઈંગ ખૂબ મોટી રહી છે. બિપાશા બાસુએ પણ ફિલ્મો પહેલા આલ્બમ ગીતમાં કામ કર્યુ હતું, બિપાશાએ તે સમયે સોનુ નિગમના આલ્બમ સોંગ 'તુ કબ યે માનેંગી' માં કામ કર્યુ હતું.

5. રિયા સેન:
હિન્દી ફિલ્મોમાં ભલે રિયા સેન ના ચાલી હોય પરંતું તેના એક આલ્બમ ગીતે તેને જબરદસ્ત સફળતા અપાવી હતી. એકસમય એવો હતો જ્યારે ફાલ્ગુની પાઠકના ગીતોનો જબરદસ્ત ક્રેઝ હતો. રિયા સેને ફાલ્ગુની પાઠકના સૌથી મોટા હિટ ગીત  'યાદ પીયા કી આને લગી'માં કામ કર્યુ હતું.  ફાલ્ગુની પાઠકના આ આલ્બમ સોંગથી રિયા સેન રાતોરાત સ્ટાર બની ગઈ હતી.

No description available.

6. શાહિદ કપૂર:
શાહિદ કપૂર આજે પણ યુવાઓમાં સૌથી લોકપ્રિય સિતારાઓમાંથી એક છે. 'ઈશ્ક વિશ્ક' મૂવીથી ડેબ્યૂ કરનાર શાહિદ કપૂરે તેના અભિનયમાં અનેક પ્રયોગો કર્યા અને તેને સફળતા મળી. ચોકલેટી બોયની ઈમેજ ધરાવનાર શાહિદ કપૂરે પણ આલ્બમમાં કામ કર્યું છે. શાહિદે ટીનએજમાં 'આંખો મે તેરા હી ચેહરા'  ગીતમાં વન સાઈડેડ લવર બોયનો રોલ કર્યો હતો.  

7 નિમરત કૌર:
લંચબોક્સ અને એરલિફ્ટમાં કામ કરેલી અભિનેત્રી નિમરત કૌરે કુમાર સાનુના સુપરહિટ આલ્બમ 'તેરા મેરા પ્યાર' માં કામ કર્યુ હતું. ગીત રિલીઝ થયું ત્યારે લોકો નિમરતની સુંદરતાના દીવાના બની ગયા હતા.

8. આયેશા ટાકિયા:
ટારઝન ગર્લ તરીકે જાણીતી બનેલી અભિનેત્રીએ સલમાન ખાન સાથેની 'વોન્ટેડ' ફિલ્મમાં કામ કર્યુ હતું. અભિનેત્રીની પણ ફિલ્મોમાં કારકિર્દી લાંબી ચાલી નહીં. આયેશા ટાકિયાએ ફિલ્મો પહેલ આલ્બમમાં કામ કર્યુ હતું. ફાલ્ગુની પાઠકના ગીત 'મેરી ચૂનર ઉડ ઉડ જાયે' થી અભિનેત્રી ચર્ચામાં આવી હતી.
 
9. દીયા મિર્ઝા:
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વધુ એક ખૂબસુરત અભિનેત્રી દીયા મિર્ઝાએ પણ આલ્બમ સોંગ્સમાં કામ કર્યું હતું. આશા ભોંસલેના આલ્બમ ગીત 'ના મરતે હમ'માં  દીયા મિર્ઝાએ કામ કર્યુ હતું.

No description available.

10. રાની મુખર્જી:
રાની મુખર્જીએ તેની ફિલ્મોની કારકિર્દી વચ્ચે આલ્બમમાં કામ કરી દીધુ હતું.  અદનાન સામીનું આલ્બમ સોંગ 'તેરા ચહેરા'માં રાની મુખર્જી જોવા મળી હતી. આ ગીત ખૂબ લોકપ્રિય થયું હતું.

11. અમિતાભ બચ્ચન:
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન એક એવા અભિનેતા છે જેમને તમામ પ્રકારના કામને ચેલેન્જ તરીકે સ્વીકાર્યું અને તેમાં સફળ રહ્યા. અમિતાભ બચ્ચને ફિલ્મો બાદ ટેલિવિઝનમાં ડેબ્યૂ કર્યું તો તે સમયે તેને અદનાન સામીના સુપરહિટ આલ્બમ ગીત 'કભી નહીં' માં કામ કર્યુ હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news