Video: આ ગીતે નેહા કક્કડને બનાવી દીધી સુપરસ્ટાર, યૂ-ટ્યૂબ પર મળી ચૂક્યા છે કરોડો વ્યૂઝ

નેહાએ આ સેલ્ફી વીડિયોમાં રાજ ફિલ્મથી માંડીને હમારી અધૂરી કહાની સુધી કેટલાક રોમેન્ટિક સોન્ગ્સ ગાયા છે. નેહાનો જન્મ દિલ્હીની એક પંજાબી ફેમિલીમાં 6 જૂન 1888માં થયો હતો. નેહા અને તેમની મોટી બહેન પોતાની ગાયકીની શરૂઆત જાગરણોમાં ભજન ગાઇને કરી હતી.

Video: આ ગીતે નેહા કક્કડને બનાવી દીધી સુપરસ્ટાર, યૂ-ટ્યૂબ પર મળી ચૂક્યા છે કરોડો વ્યૂઝ

નવી દિલ્હી: બોલીવુડમાં પોતાના અવાજના દમ પર રાજ કરનાર સિંગર નેહા કક્કડ આજે પોતાનો 31મો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહી છે. નેહાએ ઇન્ડીયન આઇડલથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. નેહાને તેમના યૂટ્યૂબ વીડિયોઝે ફેમસ કરી કરી અને ત્યારબાદ નેહા પોતાના કેરિયરની ઉંચાઇ પર પહોંચી ગઇ. નેહાએ બોલીવુડના કેટલાક હિટ ગીતોનું મેશઅપ બનાવીને વર્ષ 2015માં યૂટ્યૂબ પર પોસ્ટ કરી હતી, જેને અત્યાર સુધી 42 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. ત્યારબાદ પણ નેહાના ઘણા વીડિયો આવ્યા પરંતુ આ સેલ્ફી વીડિયોએ નેહાને અલગ જ ઓળખ આપી. 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહાએ આ સેલ્ફી વીડિયોમાં રાજ ફિલ્મથી માંડીને હમારી અધૂરી કહાની સુધી કેટલાક રોમેન્ટિક સોન્ગ્સ ગાયા છે. નેહાનો જન્મ દિલ્હીની એક પંજાબી ફેમિલીમાં 6 જૂન 1888માં થયો હતો. નેહા અને તેમની મોટી બહેન પોતાની ગાયકીની શરૂઆત જાગરણોમાં ભજન ગાઇને કરી હતી. પછી નેહાની બહેન બોલીવુડમાં આવી, ત્યારબાદ નેહાએ ઇન્દીયન આઇડલમાં જગ્યા બનાવી પરંતુ તેને જીતવામાં નિષ્ફળ રહી પરંતુ તે જીતથી વધુ સન્માન નેહાને ત્યારે મળ્યું જ્યારે આ શોમાં જજ બનીને આવી. 

તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં નેહા કક્કડ પોતાના બ્રેકઅપ કારણે ડિપ્રેશનમાં હતી પરંતુ તેમણે તેજીથી પોતાને રિકવર કરીને એકવાર ફરી લાફઇને સ્મૂધ કરી લીધી છે. નેહા સતત પોતાના ફેન્સની સાથે સોશિયલ મીડિયા પર જોડાયેલી રહે છે. અવાર-નવાર પોતાના ભાઇ ટોની કક્કડ સાથે તે ટિક ટોક અને ઇસ્ટગ્રામ પર મસ્તીભર્યા વીડિયોઝ શેર કરતી રહે છે. 

નેહાની મોટી બહેન સોનૂ કક્કડ ઉપરાંત ભાઇ પણ બોલીવુડ સિંગિંગમાં ડેબ્યૂ કરી ચૂક્યા છે. ટોનીના ગીત બોલીવુડમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે અને તેમના ગીતને રીક્રિએટ કરીને ફિલ્મોમાં નાખવામાં આવે છે. ટોની પહેલાં પણ એવી જ થીમ પર સોલો સોન્ગસ રિલીઝ થઇ ચૂક્યા છે. ટોની ઘણા સિંગલ ગીતો 'અખિયા' 'કાર મેં મ્યૂઝિક બજા' અને 'લોરી સુના' માટે કામ કરી ચૂક્યા છે, પરંતુ 'કોકો કોલા' ગીત માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. ટોનીના ગીત 'કોકો કોલા તૂ'ને કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ 'લુકા છિપી'માં ફરીથી રિક્રિએટ કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news