PHOTO: એક ફ્રેમમાં સાથે જોવા મળ્યા બે કપૂર પરિવાર

નીતૂ કપૂર લાંબા સમય બાદ દેશમાં પરત ફરી છે, હવે તેણે અનિલ કપૂર અને તેની પત્ની સુનીતા કપૂરની સાથે એક તસવીર શેર કરીને ખાસ કેપ્શન લખ્યું છે. 

PHOTO: એક ફ્રેમમાં સાથે જોવા મળ્યા બે કપૂર પરિવાર

નવી દિલ્હીઃ નીતૂ કપૂર લાંબા સમય બાદ દેશમાં પરત ફરી છે, તે છેલ્લા 11 મહિના બાદ પોતાના મિત્રો અને પરિવારના સભ્યોની પાસે છે. તેવામાં તેણે અનિલ કપૂર (Anil Kapoor) અને તેની પત્ની સુનીતા કપૂર (Sunita Kapoor)ની સાથે એક તસવીર શેર કરીને એક ખાસ કેપ્શન લખ્યું છે. 

દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)ની સાથે ભારત પરત આવેલી અભિનેત્રી નીતૂ કપૂરે કહ્યું કે, તેની દિનચર્યા પહેલાની જેમ સામાન્ય થઈ રહી છે. નીતૂએ રવિવારે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી, જેમાં તેને પોતાના પરિવારજન અને મિત્રોની સાથે સમય પસાર કરતી જોઈ શકાય છે. જુઓ તસવીર.. 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

શેર કરેલી તસવીરમાં તેને અભિનેતા અનિલ કપૂર, તેની પત્ની સુનીતા કપૂર, કરીના કપૂરની માતા બબીતા કપૂર અને તેની નણંદ રીમા જૈનની સાથે જોઈ શકાય છે. તેણે ઇમેજ કેપ્શનમાં લખ્યું, 'નોરમેલ્સી સેટિંગ ઇન! ગેટિંગ બેક ઇન ધ ગ્રૂવ'

ન્યૂયોર્કમાં ઋષિ કપૂરની કેન્સરની સારવાર કરાવીને કપૂર દંપતિ આ મહિનાની શરૂઆતમાં ભારત પરત ફર્યું હતું. પોતાના વતન પરત ફર્યા બાદ ઋષિએ ટ્વીટર પર લખ્યું હતું, '11 મહિના અને 11 દિવસ બાદ પરત ઘરમાં... તમામનો આભાર.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news