Exclusive: ટ્વીટ બાદ હવે Payal Ghoshએ જણાવી આખી વાત, જાણો શું થયું હતું તેની સાથે

અભિનેત્રી પાયલ ઘોષ (Payal Ghosh)એ જ્યારથી અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પર Sexual Harassmentનો આરોપ લગાવ્યો છે. ત્યારથી આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે

Exclusive: ટ્વીટ બાદ હવે Payal Ghoshએ જણાવી આખી વાત, જાણો શું થયું હતું તેની સાથે

નવી દિલ્હી: અભિનેત્રી પાયલ ઘોષ (Payal Ghosh)એ જ્યારથી અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પર Sexual Harassmentનો આરોપ લગાવ્યો છે. ત્યારથી આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. પાયલે અનુરાગ કશ્યપને ટ્વિટર પર ટેગ કરી લખ્યું, 'અનુરાગ કશ્યપે મારી સાથે બળજબરી કરી.' નરેન્દ્ર મોદીજી તમને વિનંતી છે કે, તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરો જેથી દેશ જાણે હકિકત શું છે. હું જાણું છું કે, આ કહેવું મારા માટે નુકસાનકારક છે અને મારી સુરક્ષા પણ જોખમમાં મુકાઇ શકે છે. મહેરબાની કરીને મદદ કરો.

ખુલીને કરી સંપૂર્ણ વાત
પાયલ ઘોષે આ મામલે સંપૂર્ણ વાત ખુલીને કહી રહી છે. પાયલે કહ્યું, 'ન તો હું તેમને ઓળખતી હતી, ન તો અમે આ પહેલા મળ્યા હતા', તેમણે (અનુરાગ કશ્યપે) મને અનકન્ફર્ટેબલ ફીલ કરાવ્યું. જે પણ થયું તે ન થવું જોઇએ. જો કોઇ તમારી પાસે કામ માંગવા આવે તો તેનો અર્થ એ નથી કે તે કઇપણ કરવા તૈયાર છે. તે આજે પણ મને પરેશાન કરે છે. પરંતુ હવે જ્યારે મે ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે મને ખુબ જ સારું લાગે છે.

2014નો અંત અને 2015ની શરૂઆતની વાત
આ વાત 2014નો અંત અને 2015ની શરૂઆતની છે. કલ્કી સાથે તેમના ડિવોર્સ પણ થયા ન હતા. મેં આ પહેલા પમ પ્રયાસ કર્યો હતો, પરંતુ મારા પરિવાર અને મિત્રો ના પાડતા કે, કોઇ વિવાદમાં પડવું નથી. પરંતુ મેં એટલા માટે કહ્યું કે જેથી છોકરીઓ આ બધામાં ફસાય નહીં.

6 વર્ષ પહેલા જ બધુ જ કહેવા ઇચ્છતી હતી પયાલ
તેણે વધુમાં જણાવ્યું કે, મેં ઘણી વખત ટ્વીટ કર્યું અને ઘણી વખત ડિલીટ કર્યું. માર મેનેજરે મારા ભાઇને ફોન કર્યો કે, ડિલીટ કરો ટ્વીટ, આ બધા લોકો મારા શુભેચ્છકો છે. મારો પરિવાર કન્ઝર્વેટિવ છે. તેઓ પણ મને સપોર્ટ કરશે નહીં. તેઓ કહે છે કે, આ બધુ છોડી દે... ઘરે આવ. જો અનુરાગ મને કહેતા સોરી... તો સારું હોત, પરંતુ તેમણે ડિનાઇ કર્યું. આ બધુ બોલવા માટે મને 6 વર્ષ લાગ્યા. બધામાં હિંમત હોતી નથી. બોલીવુડમાં બધા ખરાબ નથી. ડ્રગ્સ દરેક વ્યક્તિ લે છે. એવું નથી, પરંતુ બધા નથી લેતા એવું પણ નથી. તેને ગ્લોરિફાય ન કરવું જોઇએ.

સપોર્ટમાં રાષ્ટ્રીય મહિલા આયોગ
ત્યારે, રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યૂ)ની પ્રમુખ રેખા શર્માએ કહ્યું, ગઇકાલે રાત્રે પાયલ ઘોષે એક ટ્વીટ કર્યું જેમાં તેણે લખ્યું હતું કે, 2015માં અનુરાગ કશ્યપે મને સેક્શ્યુલી હેરેસ કરી. મેં તેના રિપ્લાયમાં કહ્યું કે, જો તે ફરિયાદ કરવા ઇચ્છે છે તો રાષ્ટ્રીય મહિલા આયોગ તેની સાથે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news