Sridevi Birth Anniversary: જાહ્નવી અને ખુશી કપૂરે પોતાના માતા શ્રીદેવીને કર્યાં યાદ, શેર કરી ભાવુક તસવીર
Sridevi Facts: આજે બોલીવુડના દિવંગત અભિનેત્રી શ્રીદેવીની જન્મજયંતિ છે. શ્રીદેવી બોલીવુડમાં એક કરોડની ફી લેનાર પ્રથમ અભિનેત્રી હતા.
Trending Photos
મુંબઈઃ બોલીવુડની હવા હવાઈ ગર્લ શ્રીદેવીની આજે જન્મજયંતિ છે. તેમનો જન્મ 13 ઓગસ્ટ, 1963ના તમિલનાડુના મીનમપટ્ટી ગામમાં થયો હતો. માત્ર ચાર વર્ષની ઉંમરે શ્રીદેવીએ ફિલ્મમાં કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. 50 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરનાર શ્રીદેવીએ અનેક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. એક જમાનામાં તે બોલીવુડના હાઈએસ્ટ પેડ અભિનેત્રી હતા. તેમની એક ફિલ્મની ફી 1 કરોડ રૂપિયા હતી.
તે સમયમાં સામાન્ય રીતે કોઈ હીરોને જ કરોડો રૂપિયાની ફી મળતી હતી પરંતુ શ્રીદેવી અપવાદ રહ્યાં જે ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ એક કરોડ રૂપિયા ફી લેનારી અભિનેત્રી બન્યા હતા. શ્રીદેવીએ પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત સોલહવાં સાવનથી કરી જે 1979માં રિલીઝ થઈ હતી. ફિલ્મ ફ્લોપ રહી પરંતુ ફિલ્મ હિમ્મતવાલા દ્વારા 1983માં શ્રીદેવીએ જોરદાર કમબેક કર્યું હતું અને ત્યારબાદ અનેક દમદાર ફિલ્મો આપી હતી.
પુત્રી જાનવી કપૂરે કર્યા યાદ
આજે દિવંગત અભિનેત્રી શ્રીદેવીની 59મી જન્મજયંતિ છે. આ તકે તેમની પુત્રીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂરે અભિનેત્રીને ભાવુક શ્રદ્ધાંજલિ આપી છે. જાનવી કપૂરે પોતાની માતા સાથેની બાળપણની તસવીર શેર કરી છે. આ તસવીરમાં શ્રીદેવી જાનવી કપૂર સાથે હસ્તા જોવા મળી રહ્યાં છે. જાહ્નવીએ આ તસવીર સાથે લખ્યું- હેપ્પી બર્થ ડે મમ્મા, હું તમને ખુબ મિસ કરુ છું. લવ યુ ફોરેવર. તો ખુશી કપૂરે પણ પોતાની માતા સાથે તસવીર શેર કરી તેમને યાદ કર્યાં છે.
શ્રીદેવીએ પોતાના ફિલ્મ કરિયરમાં આશરે 300 ફિલ્મો કરી હતી. તેમાં હિન્દી સિવાય તમિલ, તેલુગૂ અને મલયાલમ ફિલ્મો સામેલ છે. મીડિયો રિપોર્ટ પ્રમાણે શ્રીદેવીનું સ્ટારડમ એવું હતું કે એક સમયે તેમની સફળતાથી સુપરસ્ટાર સલમાન ખાન પણ નર્વસ થઈ ગયા હતા. શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી 2018ના દુબઈમાં થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે