ક્રિસ્ટોફર નોલનની Oppenheimer માં સેક્સ સીન દરમિયાન થયો ભગવત ગીતાનો ઉલ્લેખ, ગુસ્સામાં લોકો, ભારતમાં વિવાદ

Oppenheimer Scene Controversy: ઓપેનહાઇમર ફિલ્મ એક તરફ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે તો બીજીતરફ ભારતમાં ફિલ્મના એક સીનને લઈને પણ વિવાદ શરૂ થઈ ગયો છે. 
 

ક્રિસ્ટોફર નોલનની Oppenheimer માં સેક્સ સીન દરમિયાન થયો ભગવત ગીતાનો ઉલ્લેખ, ગુસ્સામાં લોકો, ભારતમાં વિવાદ

નવી દિલ્હીઃ પરમાણુ બોમ્બના જનક કહેવાતા રોબર્ટ ઓપેનહાઇમરની બાયોપિક શુક્રવારે રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મ ધૂમ મચાવી રહી છે, પરંતુ બ્રિટિશ ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલન (Christopher Nolan)ની ફિલ્મના એક સીન પર વિવાદ શરૂ થઈ ગયો છે. ભારતીય ફિલ્મ પ્રેમીઓમાં આ સીનને લઈને ખુબ નારાજગી છે. બીજી તરફ, ભારત સરકારના માહિતી કમિશનર ઉદય માહુરકરે 'સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશન'ની પ્રેસ રિલીઝ શેર કરતા કહ્યું કે 'દરેકને આશ્ચર્ય છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) આ સીન સાથેની ફિલ્મને કેવી રીતે મંજૂરી આપી શકે છે.' હકીકતમાં, એક દ્રશ્યમાં, રોબર્ટ ઓપેનહાઇમર (સિલિયન મર્ફી) સેક્સ કરતી વખતે ભગવદ ગીતા વાંચી રહ્યો છે.

તમે પણ સમજો શું છે વિવાદ
જાણીતા વૈજ્ઞાનિક જે. રોબર્ટ ઓપેનહાઇમરના જીવન પર આધારિત આ ફિલ્મના એક દ્રશ્યે હંગામો મચાવ્યો છે. ફિલ્મમાં એક સીન બતાવવામાં આવ્યો છે, જેમાં લીડ એક્ટર સિલિયન મર્ફી સેક્સ કરતા જોવા મળે છે. દરમિયાન, એક અંતરંગ દ્રશ્ય દરમિયાન, સિલિયન મર્ફી ભગવદ ગીતાનો પાઠ કરતા જોવા મળે છે. ઘણા ભારતીયો માને છે કે આવા દ્રશ્યમાં ભગવદ ગીતા વાંચવી એ હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવા સમાન છે. ભારતમાં આ ફિલ્મનો ભારે વિરોધ થઈ રહ્યો છે. લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે આટલા દ્રશ્યો હોવા છતાં સેન્સર બોર્ડે ફિલ્મની રિલીઝને કેવી રીતે મંજૂરી આપી?

કયા સીનને લઈને શરૂ થયો વિવાદ
આ ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ મળ્યું છે. આવી ફિલ્મોને હોલીવુડમાં R રેટિંગ આપવામાં આવે છે. જેમાં એડલ્ટ સીન, વાયોલેન્સ અને ન્યૂડિટી હોય છે. પરંતુ તે પણ કહેવામાં આવ્યું કે ફિલ્મમાંથી ઘણા વિવાદિત સીનને સેન્સર બોર્ડે કટ કર્યા છે. સોશિયલ મીડિયા પર લખવામાં આવી રહ્યું છે કે ફિલ્મના એક સીનમાં જ્યાં એક નગ્ન યુવતી ભગવત ગીતા લઈને આવે છે અને ઓપેનહાઇમર તેને સેક્સ કરવા દરમિયાન વાંચે છે. 

ક્રિસ્ટોફર નોલનને કરવામાં આવી રહ્યાં છે ટ્રોલ
ફિલ્મના આ સીનને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે, જેમાં રોબર્ટ ઓપેનહાઇમરનું પાત્ર ભજવનાર કિલિયન મર્ફી પોતાની ગર્લફ્રેન્ડ સાથે સંભોગ કરી રહ્યો છે. જ્યાં સેન્સર બોર્ડને લઈને સવાલ ઉભા થઈ રહ્યાં છે અને લોકો સોશિયલ મીડિયા પર ગુસ્સે થયા છે. આ સીનને લઈને ક્રિસ્ટોફર નોલનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

દુનિયાનો પ્રથમ અણુ બોમ્બ બનાવનાર વૈજ્ઞાનિક રોબર્ટ જે. ઓપેનહાઇમરના જીવન પર આધારિત ફિલ્મ ઓપેનહાઇમરના દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલન છે. ચોંકાવનારી વાત છે કે ક્રિસ્ટોફરની આ એવી પ્રથમ ફિલ્મ છે, જેમાં ઘણા ઇન્ટિમેટ સીન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news