પરેશ રાવલ ગુસ્સામાં લાલચોળ, કહ્યું હવે બાપુ નથી પણ બાપ છે

નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા શાહીન બાગના પ્રદર્શનકારીઓ પૈકી એક JNUના વિદ્યાર્થીનો એક ભડકાઉ નિવેદન કરતો વીડિયો સામે આવ્યો છે.

પરેશ રાવલ ગુસ્સામાં લાલચોળ, કહ્યું હવે બાપુ નથી પણ બાપ છે

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા શાહીન બાગના પ્રદર્શનકારીઓ પૈકી એક JNUના વિદ્યાર્થીનો એક ભડકાઉ નિવેદન કરતો વીડિયો સામે આવ્યો છે. JNUમાં આઝાદીના નારા પર મચેલા ઘમાસાણ વચ્ચે સામે આવેલ આ વીડિયોમાં JNU વિદ્યાર્થી શરજિલ ઇમામ પૂર્વોત્તર અને આસામને ભારતના નક્શા પરથી દૂર કરી દેવાનું ભડકાઉ નિવેદન કરે છે. આ વીડિયો ભાજપ નેતા સંબિત પાત્રાએ પોતાની ટ્વીટર વોલ પર શેયર કર્યો છે. આ વીડિયો જોઈને બોલિવૂડ સ્ટાર અને ભાજપ સાંસદ પરેશ રાવલે (Paresh Rawal) આકરા શબ્દોમાં ચોંકાવનારું નિવેદન આપ્યું છે. 

— Paresh Rawal (@SirPareshRawal) 25 January 2020

આ વીડિયો શેયર કરીને પરેશ રાવલે કમેન્ટ કરી છે કે આ જિન્ના બનવા માગે પણ અફસોસ બાપુ તો હવે નથી રહ્યા! હવે બાપ છે!. પરેશ રાવલની આ ટ્વીટ પછી લોકો સતત એની પર કમેન્ટ કરી રહ્યા છે. કોઈ તેમના વખાણ કરી રહ્યા છે તો કોઈ તેમને બટકબોલા કહી રહ્યા છે. 

આ વીડિયો પોસ્ટ કરીને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ છે કે શાહીન બાગ (shaheen bagh)નું ષડયંત્ર આખી દુનિયા સામે આવી ગયું છે. શું આ દેશદ્રોહ નથી...શાહીન બાગને તૌહીન બાગ કહેવું જોઈએ. શાહીન બાગમાં એન્ટિ નેશનલ વાતો કરવામાં આવી અને આસામને ભારતથી આઝાદ કરવાની વાત કરવામાં આવી. ઝી ન્યૂઝ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ નથી કરતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news