કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ બોલ્યા, 'શરજિલ ગદ્દાર, ભાજપે કહ્યું, આ શાહીન બાગ નહીં 'તૌહીન બાગ' છે

ગિરિરાજ સિંહે કહ્યું, તે કહે છે કે બધાનું લોહી સામેલ છે અહીંની માટ્ટીમાં... કોઈના બાપનું હિન્દુસ્તાન થોડું છે. આ ગદ્દારોની વાત સાંભળીને કેમ માનું કે તેનું લોહી સામેલ છે, અહીંની જમીનમાં? 

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ બોલ્યા, 'શરજિલ ગદ્દાર, ભાજપે કહ્યું, આ શાહીન બાગ નહીં 'તૌહીન બાગ' છે

પટનાઃ જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામના આસામને ભારતથી અલગ કરવાના ભડકાઉ નિવેદન પર રાજનીતિમાં ગરમી આવી ગઈ છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા બાદ હવે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે પણ શરજિલ પર હુમલો કર્યો છે. ગિરિરાજ સિંહે શરજિલને 'ગદ્દાર' ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ ગદ્દારોની વાત સાંભળીને કેમ માનું કે તેનું લોહી સામેલ છે અહીંની માટ્ટીમાં?

ગિરિરાજ સિંહે કહ્યું, તે કહે છે કે બધાનું લોહી સામેલ છે અહીંની માટ્ટીમાં... કોઈના બાપનું હિન્દુસ્તાન થોડું છે. આ ગદ્દારોની વાત સાંભળીને કેમ માનું કે તેનું લોહી સામેલ છે, અહીંની માટ્ટીમાં? કહી રહ્યો છે કે આસામને કાપીને ભારતથી અલગ કરી દેશું. તે પહેલા 'આસામને ભારતથી અલગ કરી દેશું' વાળા વાયરલ વીડિયો પર ભાડપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ વીડિઓને શાહીન બાગનો ગણાવતા કહ્યું હતું કે, ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. 

'ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે'
પાત્રાએ દાવો કર્યો કે શાહીન બાગમાં પ્રદર્શનના નામ પર ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પાત્રાએ કહ્યું, 'ત્યાં જાહેરમાં આગચાંપી, જાહેરમાં જેહાદનું આહવાન કરવામાં આવી રહ્યું છે. આસામને અલગ કરવાની વાત કરવામાં આવી રહી છે.' પત્રકાર પરિષદમાં પાત્રાએ કહ્યું કે, રાહુલ ગાંધી અને અરવિંજ કેજરીવાલનું શાહીન બાગને ખુલ્લુ સમર્થન છે. હવે ફરી બંન્નેએ બધાની સામે આવીને બોલવું જોઈએ. 

इन ग़द्दारों की बात सुनकर कैसे मान लू की इनका खून शामिल है यहाँ की मिट्टी में??

कह रहा है असम को काट कर हिंदुस्तान से अलग कर देंगे। pic.twitter.com/XZmUdnc4mn

— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) January 25, 2020

મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર એક વીડિઓ વાયરલ થઈ રહ્યો છે. વીડિઓમાં જોઈ શકાય છે કે જે વ્યક્તિ શરજિલ ઇમામ જણાવવામાં આવી રહ્યો છે, જે જેએનયૂનો વિદ્યાર્થી છે. આ વીડિઓમાં તે પૂર્વોત્તર અને આસામને ભારતના નક્શામાંથી દૂર કરવાની વાત કરી રહ્યો છે. વીડિઓ વાયરલ થયા બાદ આસામ સરકાર પણ એક્શનમાં છે. આસામના મંત્રી હેમંત બિસ્વાએ કહ્યું કે, શાહીન બાગના પ્રદર્શનનો મુખ્ય આયોજક સર્જિલે કહ્યું કે, આસામને બાકી ભારતથી કાપી નાખશું. રાજ્ય સરકારે આ વાત ધ્યાને લીધી છે. તેની વિરુદ્ધ કેસ કરવામાં આવશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news