Pathaan Box Office: હવે 500 કરોડ કલબમાં પહોંચી પઠાણ, સિનેમામાં કાંતો સેક્સ ચાલે કાંતો શાહરુખ...!

Pathaan Box Office Collection: 20 વર્ષ પહેલા આ અભિનેત્રીએ કહ્યું હતું કે બોલીવુડમાં 'કાં તો સેક્સ વેચાય કાં શાહરૂખ ખાન', આજે પણ આ વાત એટલી જ સાચી છે. પઠાણ ફિલ્મની રિલીઝને 20 દિવસ થઈ ગયા છે. આજે વેલેન્ટાઈન ડે છે. ત્યારે બોક્સઓફિસની વાત કરીએ તો છેલ્લાં વીસ દિવસથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરીને એકહથ્થુ રાજ કરી રહી છે.

Pathaan Box Office: હવે 500 કરોડ કલબમાં પહોંચી પઠાણ, સિનેમામાં કાંતો સેક્સ ચાલે કાંતો શાહરુખ...!

Pathaan Movie Collection: 20 વર્ષ પહેલા આ અભિનેત્રીએ કહ્યું હતું કે બોલીવુડમાં 'કાં તો સેક્સ વેચાય કાં શાહરૂખ ખાન', આજે પણ આ વાત એટલી જ સાચી છે. પઠાણ ફિલ્મની રિલીઝને 20 દિવસ થઈ ગયા છે. આજે વેલેન્ટાઈન ડે છે. ત્યારે બોક્સઓફિસની વાત કરીએ તો છેલ્લાં વીસ દિવસથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરીને એકહથ્થુ રાજ કરી રહી છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ટંકશાળ પાડી રહી છે. ફિલ્મે કમાણીમાં નવા રેકોર્ડ  બનાવ્યા છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો પઠાણે માત્ર 4 દિવસમાં 429 રૂપિયાનું કલેક્શન (વર્લ્ડ વાઈડ) કર્યું હતું. એ કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાનની બાદશાહત કાયમ છે.

આ બધા વચ્ચે જ્યાં સોશિયલ મીડિયા પર પઠાણ અને કિંગ ખાન સતત ટ્રેન્ડ થઈ રહ્યા છે ત્યાં અભિનેત્રી નેહા ધૂપિયા પણ શાહરૂખ ખાન વિશે પોતે આપેલા એક જૂના નિવેદનના કારણે ચર્ચામાં આવી ગઈ છે. 20 વર્ષ પહેલા આ અભિનેત્રીએ કહ્યું હતું કે બોલીવુડમાં 'કાં તો સેક્સ વેચાય કાં શાહરૂખ ખાન', આજે પણ આ વાત એટલી જ સાચી છે. શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર એક્શન થ્રિલર પઠાણની ચર્ચા તો તેની રિલીઝ પહેલા જ થઈ ગઈ હતી. ફિલ્મે રિલીઝ થયા બાદ શાનદાર કમાણી કરી છે. આજે રિલીઝ થયાના 20 દિવસ પછી પણ પઠાણની કમાણી ચાલુ છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર 489.05 કરોડનો આંકડો પાર કરી લીધો છે, જેની ચર્ચા ચારે બાજૂ થઈ રહી છે. ફિલ્મ હવે બાહુબલી 2ને ટક્કર આપવા તરફ આગળ વધી રહી છે.
 

Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/hEE7YJzhKx

— Yash Raj Films (@yrf) February 13, 2023

 

20માં દિવસે પણ 5 કરોડની કમાણી-
શરુઆતી આંકડા પ્રમાણે શાહરુખ ખાનની ફિલ્મે 20માં દિવસે 5 કરોડ રુપિયાની કમાણી કરી છે. આ આગળના દિવસો કરતા ઓછી છે. પરંતુ વેલેન્ટાઈન-ડેના દિવસે વધુ કમાણી થાય તેવી સંભાવનાઓ લોકો લગાવી રહ્યા છે. સોમવારના કલેક્શન સાથે પઠાણની કુલ કમાણી લગભગ 493.05 કરોડ રુપિયા થઈ ગઈ છે. જ્યારે વર્લ્ડ વાઈડ ફિલ્મ 950 કરોડને પાર પહોંચી ગઈ છે. જણાવી દઇએ કે કાર્તિક આર્યનની ફિલ્મ શહઝાદા 5 દિવસ પછી એટલે કે 19 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે, જેનાં પ્રમોશનમાં ફિલ્મની કાસ્ટ લાગેલી છે. જોકે પઠાણના કારણે ફિલ્મ નિર્માતાઓને ઓછી કમાણીનો ડર લાગી રહ્યો છે.

500 કરોડ કલબમાં પઠાણઃ
દંગલ, કેજીએફ: ચેપ્ટર 2, ધ કાશ્મીર ફાઈલ્સ અને ઘણી અન્ય ફિલ્મોના લાઈફટાઈમ કલેક્શનને પાર કર્યા પછી શાહરુખ ખાનની પઠાણ 500 કરોડના ક્લબમાં સામેલ થાય તેવી સંભાવનાઓ બનેલી છે. રવિવારે ફિલ્મે 13 કરોડ રુપિયાની કમાણી કરી છે. સામાન્ય રીતે ફિલ્મની કમાણી ત્રીજા સપ્તાહમાં ધીમી પડી જાય છે પરંતુ મલ્ટી સ્ટારર હોવાથી તથા શાહરુખ ખાનના ક્રેઝને કારણે ફિલ્મ સતત કમાણી કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news