Priya Prakash Varrier એ આઇસક્રીમ ખાતા-ખાતા મારી આંખ, Video જોઇ ફેન્સનું દિલ કરવા લાગ્યું ધક ધક

પોતાની અદાઓના લીધે રાતોરાત દુનિયામાં ફેમસ થનાર વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર પોતાના ફોટા અને વીડિયો વડે પ્રિયા ફેન્સનું દિલ જીતી લે છે.

Priya Prakash Varrier એ આઇસક્રીમ ખાતા-ખાતા મારી આંખ, Video જોઇ ફેન્સનું દિલ કરવા લાગ્યું ધક ધક

નવી દિલ્હી: પોતાની અદાઓના લીધે રાતોરાત દુનિયામાં ફેમસ થનાર વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર પોતાના ફોટા અને વીડિયો વડે પ્રિયા ફેન્સનું દિલ જીતી લે છે. તેમના ચાહનારાઓ આતુરતાપૂર્વક તેમના નવા-નવા વીડિયો અને ફોટોઝની રાહ જુએ છે. હવે ફરી એકવાર તેમનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં તેમના જૂના અવતારને જોવા મળ્યો છે. 

ફરી પ્રિયાએ બનાવ્યો વિંક વીડિયો
પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) એ પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાના જૂના ચર્ચિત વીડિયોની માફક જ આંખ મારતી જોવા મળી રહી છે. પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) ના વીડિયોમાં આઇસક્રીમ ખાતી જોઇ શકાય છે. તે માથા પર હેટ લગાવીને સોફ્ટી આઇસક્રીમ ખાઇ રહી છે. આ દરમિયાન ધીમેથી આંખ મારે છે. તેમના આ વીડિયોને જોયા બાદ અભિનેત્રીની જૂની યાદ આવી છે. હવે વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આમ તો આ વીડિયો એક થ્રોબેક છે. 

પ્રિયા લાગી રહી છે એકદમ સુંદર
પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) એ આ પહેલાં પણ ઘણી કાતિલ તસવીરો ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરી છે. આ ફોટામાં તે બિલકુલ દુલ્હનની માફક તૈયાર થયેલી જોવા મળી રહી છે. પ્રિયા પ્રકાશે લાલ રંગનો લેંઘો પહેર્યો છે. ડીપ ચોલી સાથે હેવી જ્વેલરી પહેરેલી જોવા મળી રહી છે. આ ફોટામાં તે એકદમ સુંદર લાગી રહી છે. 

તેલુગૂ ફિલ્મમાં કામ કર્યું
તમને જણાવી દઇએ કે પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) તેલુગૂ ફિલ્મોમાં પગલાં માંડી ચૂકી છે. તે ફિલ્મ 'ચેક' માં જોવા મળી હતી. આ ફિલ્મ સસ્પેંસથી ભરપૂર છે. આ ફિલ્મમાં પ્રિયા સાથે રકુલ પ્રીત અને નિતિન મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા. 

વાયરલ થયો હતો આંખ મારતો વીડિયો
થોડા દિવસો પહેલાં 'ચેક' ફિલ્મના શૂટિંગ દરમિયના તેમનો એક વીડિયો જોરદાર વાયરલ થયો હતો, જેમાં પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) દોડતી આવીને નિતિનની પીઠ પર ચઢી જાય છે અને ત્યારે તેઅમ્ની સાથે અકસ્માત થઇ જાય છે. જોકે પ્રિયા વીડિયોમાં પોતાનું સંતુલન ગુમાવતાં જોવા મળે છે. પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) આ પહેલાં મલિયાલમ ફિલ્મો અને મ્યૂઝિક વીડિયોઝમાં કામ કરી ચૂકી છે. ફિલ્મ 'Oru Adaar Love' નો એક સીન ખૂબ વાયરલ થયો હતો, જેથી તે આખા દેશમાં ફેમસ થઇ ગઇ હતી. આ સીનમાં તે સ્કૂલ ગર્લનું પાત્ર ભજવી રહી હતી. આંખ મારતો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ છવાઇ ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news