હાથમાં નવજાત બાળક સાથેની પ્રિયંકા-નિકની તસવીર શું ઈશારો કરી રહી છે?

અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનાસે (Nick Jonas) 1 ડિસેમ્બરના રોજ પોતાના લગ્નની એનવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ પ્રસંગે સોશિયલ મીડિયા પર તેમના ફેન્સે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. એક ફેને પ્રિયંકા અને નિકની એક તસવીર શેર કરી છે, જેમાં તેઓ બાળક સાથે દેખાઈ રહ્યા છે. બાળકના માથા પર નિક જોનાસ ચૂમી રહ્યો છે. જોકે, તમને જણાવી દઈએ કે આ તસવીર ફેક છે, અને તેમાં કોઈ હકીકત નથી. પરંતુ તેમ છતા લોકો આ ક્યુટ તસવીરને શેર કરી રહ્યા છે અને પસંદ કરી રહ્યાં છે. કેટલાક લોકો પ્રિયંકા અને નિકને આર્શીવાદ આપતા પણ નજર આવી રહ્યાં છે.

Updated By: Dec 2, 2019, 02:43 PM IST
હાથમાં નવજાત બાળક સાથેની પ્રિયંકા-નિકની તસવીર શું ઈશારો કરી રહી છે?

અમદાવાદ :અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનાસે (Nick Jonas) 1 ડિસેમ્બરના રોજ પોતાના લગ્નની એનવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ પ્રસંગે સોશિયલ મીડિયા પર તેમના ફેન્સે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. એક ફેને પ્રિયંકા અને નિકની એક તસવીર શેર કરી છે, જેમાં તેઓ બાળક સાથે દેખાઈ રહ્યા છે. બાળકના માથા પર નિક જોનાસ ચૂમી રહ્યો છે. જોકે, તમને જણાવી દઈએ કે આ તસવીર ફેક છે, અને તેમાં કોઈ હકીકત નથી. પરંતુ તેમ છતા લોકો આ ક્યુટ તસવીરને શેર કરી રહ્યા છે અને પસંદ કરી રહ્યાં છે. કેટલાક લોકો પ્રિયંકા અને નિકને આર્શીવાદ આપતા પણ નજર આવી રહ્યાં છે.

Niyanka#one year anniversary @shayPClove નામના એકાઉન્ટથી નિક અને પ્રિયંકાની ફોટોશોપ તસવીર શેર કરાઈ છે. જેમાં લખાયું છે કે, મને મારા કલેક્શનમાં પ્રિયંકા અને નિકની આ તસવીર મળી છે. આ તસવીરની સાથે બંનેને લગ્નની એનિવર્સરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકાએ મધરહૂડના સવાલ પર કહ્યું હતું કે, તેઓને બાળકો જરૂર જોઈએ છે, પરંતુ હાલ તેઓએ આ મામલે વિચાર્યું નથી. યોગ્ય સમય આવવા પર બધુ જ થશે. 

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન જોધપુરમાં ધામધૂમથી થયા હતા. બંનેએ લગ્ન હિન્દુ અને બાદમાં ક્રિશ્ચિયન રિવાજથી થયા હતા. જેમાં દેશભરમાંથી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. લગ્ન બાદ પ્રિયંકા સ્કાય ઈઝ પિંક ફિલ્મમાં દેખાઈ હતી. જોકે, તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બહુ કમાલ ન કરી શકી. આ પહેલા પ્રિયંકાએ સલમાન ખાનની ભારત ફિલ્મ છોડી હતી, જેના પર ભારે વિવાદ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube