પ્રિયંકા ચોપડાની બેચલરેટ પાર્ટીમાં જશ્ન, જૂઓ ઈશા અંબાણી, પરિણીતી સહિત બીજું કોણ કોણ પહોંચ્યું...

અહેવાલો અનુસાર પ્રિયંકા અને નિકનાં લગ્ન 2 ડિસેમ્બરના રોજ રાજસ્થાના જોધપુરમાં થવાના છે. 

પ્રિયંકા ચોપડાની બેચલરેટ પાર્ટીમાં જશ્ન, જૂઓ ઈશા અંબાણી, પરિણીતી સહિત બીજું કોણ કોણ પહોંચ્યું...

નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની અમેરિકન સિંગર નિક જોનાસ સાથે ટૂંક સમયમાં જ લગ્ન થવાના છે. તેમનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. બ્રાઈડલ શાવર પછી હવે સોમવારે એમ્સ્ટર્ડમમાં ભાવી દુલ્હન પ્રિયંકા ચોપડાએ પોતાની ગર્લ ગેન્ગ સાથે બેચલરેટ પાર્ટી મનાવી હતી. તેણે આ પાર્ટીનાં કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 

પ્રિયંકા ચોપડાની કાકાની દિકરી બહેન એવી પરિણીતી ચોપડા, બિઝનેસમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને 'ગેમ ઓફ થ્રોન્સ'ની અભિને્તરી સોફી ટર્નર સહિત અનેક ટોચની સેલિબ્રિટી ગર્લ્સ આ બેચલરેટ પાર્ટીમાં પહોંચી હતી. પ્રથમ પોસ્ટમાં પ્રિયંકા સફેદ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ફોટાના કેપ્શનમાં લખ્યું છે કે, "ફેધરવેટ ચેમ્પિયન ઓફ ધ વર્લ્ડ."

બીજી પોસ્ટમાં તમામ બ્રાઈડ્સમેટ લાલ રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ફોટાના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યું છે કે, "લાલ, સફેદ ઔર દુલ્હન." ફોટોમાં પરિણીતિ ચોપડા, સોફી ટર્નર, નતાશા પાલ, ઈશા અંબાણી સહિતની તમામ સેલિબ્રિટી ગર્લ સાથે ઊભી છે. 

પ્રિયંકાએ જે ત્રીજો ફોટો શેર કર્યો છે તેમાં ટર્નર અને પ્રિયંકા સ્લીપ માસ્ક પહેરીને કાઉચ પર બેઠી છે. આ માસ્ક પર લખ્યું છે. 'હંગઓવર'. તસવીર જોતાં બંનેએ અભિનય પણ એવો જ કર્યો છે, જાણે કે તેઓ ભરપૂર નશામાં હોય. 

પરિણીતિએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર બેચલરેટ પાર્ટીમાં પહોંચેલી તમામ ગર્લ્સનો ગ્રૂપ ફોટો શેર કર્યો છે, જેના ઉપર તેણે લખ્યું છે, "રેડ, વ્હાઈટ એન્ડ બ્રાઈડ". આ ફોટોનું હેશટેગ તેણે લખ્યું છે, "પીસી કી બેચલરેટ."

હજુ થોડા દિવસ પહેલા જ પ્રિયંકા ચોપડાએ ન્યૂયોર્કમાં પોતાનાં નજીકના લોકો સાથે એક જશ્ન મનાવ્યો હતો. તેણે ન્યૂયોર્ક સિટીના ટિફનીના બ્લ્યૂ બોક્સમાં નજીકનાં મિત્રો સાથે એક પાર્ટીમાં જોવા મળી હતી. 

આ પાર્ટી પ્રિયંકાની બહેનપણી મુબિના રત્નસે અને અંજુલા અચારિયાએ આપી હતી. જશ્નમાં નિક જોનસનો ભાઈ કેવિન જોનસ, તેની પત્ની ડેનિયલ જોનસ અને તેની પુત્રી અલેના પણ સામેલ થઈ હતી. તેમના ઉપરાંત પ્રિયંકા ચોપડાની માતા મધુ ચોપડા અને સાસુ ડેનિસ પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. 

મીડિયા અહેવાલો મુજબ પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્ન 2 ડિસેમ્બરમાં રાજસ્થાનના મેહરાનગઢ કિલ્લામાં થવાના છે. આ બંનેએ ઓગસ્ટમાં સગાઈ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news