બંક બેડથી પાંચસિતારા સુધીઃ મહિલા ક્રિકેટમાં પરિવર્તનની સાક્ષી રહી છે ઝૂલન ગોસ્વામી

મહિલા ક્રિકેટમાં 200 વનડે ક્રિકેટ વિકેટ લેનારી એકમાત્ર બોલર ઝૂલન ગોસ્વામીએ 9 નવેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝમાં શરૂ થઈ રહેલી ટી20 વિશ્વ કપ પહેલા આઈસીસી માટે કોલમ લખી છે. 

બંક બેડથી પાંચસિતારા સુધીઃ મહિલા ક્રિકેટમાં પરિવર્તનની સાક્ષી રહી છે ઝૂલન ગોસ્વામી

દુબઈઃ બંક બેડ અને ટ્રેનમાં રિઝર્વેશન વગર યાત્રા કરવાથી લઈને બિઝનેસ ક્લાસની હવાઈ સફર અને 5 સ્ટાર હોટલોમાં રહેવા સુધી મહિલા ક્રિકેટમાં ઘણા પરિવર્તન આવ્યા છે જેની સાક્ષી રહી છે અનુભવી ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામી. મહિલા ક્રિકેટમાં 200 વનડે વિકેટ ઝડપનાર એકમાત્ર બોલર ઝૂલન ગોસ્વામીએ 9 નવેમ્બરે વેસ્ટ ઈન્ડિઝમાં શરૂ થઈ રહેલા વિશ્વકપ પહેલા આઈસીસી માટે પોતાની કોલમમાં લખ્યું, મને યાદ છે કે 2005માં પ્રથમ વિશ્વકપમાં અમે બંક બેડમાં રહેતા હતા. ડોમેસ્ટિક મેચ માટે રિઝર્વેશન વગર ટ્રેનમાં મુસાફરી કરી અને તેવા મેદાન પર રમ્યા જેના પર ઈજા થવાનું મોટું જોખમ રહેતું હતું. 

તેણે લખ્યું, અમે ઘણી ટૂર્નામેન્ટોમાં ડોરમેટ્રીમાં રહ્યાં અને જમીન પર ગાદલું નાખીને સુતા હતા. જ્યારે મેં રમવાનું શરૂ કર્યું હતું, ત્યારથી આજ સુધી મહિલા ક્રિકેટમાં ઘણું પરિવર્તન આવ્યું છે. મહિલા વિશ્વકપના મેચ 9 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ગયાના અને સેન્ટ લૂસિયામાં રમાશે. બંન્ને સેમીફાઇનલ અને ફાઇનલ ક્રમશઃ એન્ટીગામાં 22 અને 24 નવેમ્બરે યોજાશે. ઝૂલને કહ્યું, હું 2009માં પ્રથમ ટી-20 વિશ્વકપથી અત્યાર સુધી રમતી રહું છું. પહેલા પુરૂષ વિશ્વ કપની સાથે ટૂર્નામેન્ટ યોજાતી હતી પરંતુ તેમાં પુરૂષ ટૂર્નામેન્ટોની આગળ મહિલાઓની રમત દબાઈ જતી હતી. 

— ICC World Twenty20 (@WorldT20) November 6, 2018

ઓગસ્ટમાં વનડે ક્રિકેટને અલવિદા કહેનારી ઝૂલને કહ્યું, સેમીફાઇનલ પહેલા લોકોને મહિલાઓની ટૂર્નામેન્ટો વિશે ખ્યાલ આવતો ન હતો કારણ કે માત્ર સેમીફાઇનલ અને ફાઇનલનું પ્રસારણ થતું હતું, જેથી અમને પ્રચાર ન મળ્યો જે મળવો જોઈએ. તેણે કહ્યું કે, 2017નો વિશ્વકપ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ વિશ્વકપ હતો પરંતુ પરિવર્તન 2009 બાદ આવવાનું શરૂ થઈ ગયું હતું. તેણે કહ્યું, આઈસીસી દ્વારા આયોજીત 2009 વિશ્વકપ પ્રથમ મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ હતી. અચાનક અમને સર્વશ્રેષ્ઠ હોટેલ, મેદાન અને દૈનિક ભથ્થુ મળવા લાગ્યું. સ્થાનિક ટૂર્નામેન્ટોમાં પણ બીસીસીઆઈએ હવાઈ યાત્રાની સુવિધા આપી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news