Shocking! ટોચની અભિનેત્રીઓમાં જેની ગણતરી થાય છે તેણે ફિલ્મ માટે કરવી પડી હતી 'ગંદી બાત'

આ અભિનેત્રી હંમેશા વિવાદમાં ઘેરાયેલી રહે છે. 

Shocking! ટોચની અભિનેત્રીઓમાં જેની ગણતરી થાય છે તેણે ફિલ્મ માટે કરવી પડી હતી 'ગંદી બાત'

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ બોલીવુડમાં જે મુકામ મેળવ્યો છે ત્યાં પહોંચવું જરાય સરળ નહતું. આ અભિનેત્રી હંમેશા વિવાદમાં ઘેરાયેલી રહે છે. રાધિકા આપ્ટે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને સાઉથ સિનેમા અને ઓટીટી પર પોતાની એક ખાસ ઓળખ બનાવી ચૂકી છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો. અભિનયના દમ પર એક અલગ ઓળખ સ્થાપિત કરનારી આ અભિનેત્રીનો જન્મ દિવસ 7 સપ્ટેમ્બર 1985ના રોજ થયો હતો. 

રાધિકાએ એક શો દરમિયાન ખુલાસો કર્યો હતો કે કેવી રીતે ફિલ્મનો ભાગ બનવા માટે તેણે ફોન પર સેક્સ કરવું પડ્યું હતું. હકીકતમાં જ્યારે શોના હોસ્ટ નેહા ધૂપિયાએ તેને પૂછ્યું કે તેની કરિયર  દરમિયાન સૌથી વિયર્ડ ઓડિશન કયું હતું તો તેના જવાબમાં રાધિકાએ આ ખુલાસો કર્યો હતો. એટલું જ નહીં શોમાં અભિનેત્રીએ અનેક અન્ય મોટા ખુલાસા પણ કર્યા હતા. 

રાધિકાએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કરિયરની શરૂઆત 2005માં આવેલી ફિલ્મ વાહ લાઈફ હો તો ઐસી થી કરી હતી. ફિલ્મમાં તેનો રોલ નાનો હતો અને ત્યારબાદ તેને મરાઠી ફિલ્મ ઘો માલા અસલા હવામાં કામ મળ્યું. આ ફિલ્મ બાદ તે ફિલ્મ મેકર્સની નજરમાં આવી. 

રાધિકા સંલગ્ન એક ઘટના હંમેશા ચર્ચામાં રહે છે. એકવાર ફિલ્મના સેટ પર તેણે સાઉથના એક મોટા અભિનેતાને થપ્પડ મારી હતી. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. ટોક શોમાં રાધિકાએ કાસ્ટિંગ કાઉચ પર વાત કરતા જણાવ્યું હતું કે કેવી રીતે એક તમિલ ફિલ્મના શુટિંગ વખતે અભિનેતાએ તેના પગ પર ગલીપચી કરવાની શરૂ કરી હતી. ત્યારબાદ તેને ગુસ્સો આવ્યો અને લાફો મારી દીધો હતો. 

એટલું જ નહીં કેટલીક ફિલ્મોમાં બોલ્ડ દ્રશ્યો કરવાના કારણે રાધિકા પાસે એડલ્ટ ફિલ્મો માટે પણ ફોન આવવા લાગ્યા હતા. અભિનેત્રીએ પોતે આ અંગે જણાવ્યું હતું. રાધિકાએ પેડમેન, પાર્ચડ, માંઝી ધ માઉન્ટન મેન, બદલાપુર, અંધાધુંધ, રાત અકેલી હૈ જેવી અનેક જબરદસ્ત ફિલ્મોમાં કામ કરેલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news