Animal: રણબીરની ફિલ્મ એનિમલે કરી છપ્પરફાડકે કમાણી, Advance Booking નો આંકડો જાણી ફાટી જશે આંખો

Animal Advance Booking: ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયા પછી સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મ જોવા માટે લોકોમાં ઉત્સુકતા દિવસેને દિવસે વધી રહી છે. રણબીર કપૂરની આ એક્શન પેક ફિલ્મ જોવા માટે લોકો કેટલા તલપાપડ છે તે વાત ફિલ્મની એડવાન્સ બુકિંગ પરથી ખબર પડે છે. દર્શકોમાં ફિલ્મનો ક્રેઝ એટલો વધારે છે કે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ના છ દિવસ પહેલા 25 નવેમ્બરથી જ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું છે.
 

Animal: રણબીરની ફિલ્મ એનિમલે કરી છપ્પરફાડકે કમાણી,  Advance Booking નો આંકડો જાણી ફાટી જશે આંખો

Animal Advance Booking: રણબીર કપૂરની ફિલ્મ એનિમલને લઈને હાઈપ બની રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયા પછી સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મ જોવા માટે લોકોમાં ઉત્સુકતા દિવસેને દિવસે વધી રહી છે. રણબીર કપૂરની આ એક્શન પેક ફિલ્મ જોવા માટે લોકો કેટલા તલપાપડ છે તે વાત ફિલ્મની એડવાન્સ બુકિંગ પરથી ખબર પડે છે. દર્શકોમાં ફિલ્મનો ક્રેઝ એટલો વધારે છે કે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ના છ દિવસ પહેલા 25 નવેમ્બરથી જ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું છે.

25 નવેમ્બરથી એડવાન્સ બુકિંગની શરૂઆત થયા પછી અત્યાર સુધીમાં ભારતભરમાં 1 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. એડવાન્સ બુકિંગ શરૂ થયું તેના પહેલા જ દિવસે ફિલ્મે 3.5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. આ આંકડા જોઈને એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે લોકો ફિલ્મ એનિમલને જોવા માટે એક્સાઇટેડ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ કરોડોની કમાણી એડવાન્સ બુકિંગ થી શરૂ થઈ ચૂકી છે. સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મમાં રણબીર કપૂર અલગ જ અવતારમાં જોવા મળે છે. ફિલ્મના જાણકારોનું કહેવું છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર એવા રોલમાં જોવા મળશે જેવો રોલ તેણે આજ સુધી એક ફિલ્મમાં કર્યો નથી. 

જોકે આ વાત સાચી પણ છે અને તેની એક ઝલક ફિલ્મના ટ્રેલરમાં જોવા પણ મળે છે. જેના કારણે જ રણબીર કપૂરના આ નવા અવતારને જોવા માટે ચાહકો પણ બેતાબ થઈ ગયા છે. ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું હતું કે એડવાન્સ બુકિંગ શરૂ થયા પછી પહેલા દિવસે પીવીઆર અને સિનેપોલિસની 52,500 ટિકિટ વેચાય ચુકી છે. જો એનિમલ ફિલ્મનો ક્રેઝ આવો જ રહ્યો તો એડવાન્સ બુકિંગના મામલામાં ટૂંક સમયમાં આ ફિલ્મ ગદર ટુ અને જવાન જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દેશે. 

ફિલ્મ એનિમલનો ક્રેઝ એવો છે કે દિલ્હીમાં તો ટિકિટ ની કિંમતો 250 રૂપિયાથી શરૂ થઈને 2400 રૂપિયા સુધી છે. મલ્ટિપ્લેક્સ માં સામાન્ય સીટ ની ટિકિટ 600 રુપિયા થી શરૂ થાય છે. મુંબઈમાં કેટલીક જગ્યાએ ફિલ્મની ટિકિટ 2200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news