Release Date: 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'ની રિલીઝ ડેટ જાહેર, 22 માર્ચે સિનેમાઘરોમાં ધૂમ મચાવશે રણદીપ હુડ્ડા

Randeep Hooda એ પોતાની મચઅવેટેડ ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ  ફિલ્મનું ટીઝર એક્ટરે રિલીઝ કર્યું તો તુરંત વાયરલ થઈ ગયું છે. લગ્ન બાદ રણદીપની આ પ્રથમ ફિલ્મ છે. 
 

Release Date: 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'ની રિલીઝ ડેટ જાહેર, 22 માર્ચે સિનેમાઘરોમાં ધૂમ મચાવશે રણદીપ હુડ્ડા

મુંબઈઃ Swantantrya Veer Savarkar Film: રણદીપ હુડ્ડા (Randeep Hooda)ની મચઅવેટેડ ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી છે. આ ફિલ્મ 22 માર્ચ 2024ના હિન્દી અને મરાઠીમાં રિલીઝ થશે. ખાસ વાત છે કે ન માત્ર આ ફિલ્મ રણદીપ હુડ્ડા માત્ર લીડ રોલમાં છે પરંતુ આ ફિલ્મ દ્વારા તે ડાયરેક્ટર તરીકે પણ પર્દાપણ કરી રહ્યો છે.

ડાયરેક્ટરની ભૂમિકામાં
રણદીપ હુડ્ડા દ્વારા નિર્દેશિત પ્રથમ ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકર (Swantantrya Veer Savarkar),તે એવા નાયકના પુનરુત્થાનને ચિહ્નિત કરે છે જેને આજે પણ ભારતની સ્વતંત્રતાની લડાઈમાં એક અદમ્ય વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવે છે. ભારતની સ્વતંત્રતાની લડાઈમાં એક દૂરદર્શિતા રાખનાર, તેમની નસોમાં દેશભક્તિ હતી. સ્વતંત્રતા સેનાની વીર સાવરકરની કહાનીને ફિલ્મ દ્વારા ખુબ સારી રીતે દર્શાવવામાં આવી છે.

રણદીપ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' તરીકે ન માત્ર પ્રેક્ષકોને જ મંત્રમુગ્ધ કરે છે પરંતુ એક વિચારપ્રેરક વાર્તા દ્વારા ઈતિહાસના પાનાઓમાં ખોવાઈ ગયેલા મહાન વ્યક્તિત્વની સંવેદના, જુસ્સા અને જટિલતાને મોટા પડદા પર લાવવાનો પ્રયાસ કરે છે.

પોતાના નિર્દેશનમાં બનેલી પ્રથમ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરતા રણદીપે કહ્યું- શ્રી સાવરકરની સાથે કાલાપાનીમાં લગભગ બે વર્ષ પસાર કર્યા બાદ હવે તેમના માટે આઝાદી તરફ પગલું ભરવાનો સમય આવી ગયો છે. આ યાત્રા મુશ્કેલ રહી, પરંતુ મને એક અભિનેતાના રૂપમાં ખુદથી આગળ વધી એક ફિલ્મ ડાયરેક્ટર બનવા અને ઘણું કરવા માટે પ્રેરિત કર્યો છે. હવે સમય આવી ગયો છે કે દેશને સ્વતંત્રતા સંગ્રામની લડાઈમાં બદિલાન આપી ચુકેલા સશસ્ત્ર ક્રાંતિ શ્રી વીર સાવરકરના યોગદાન વિશે જાણકારી મળે.

રણદીપ હુડા દ્વારા નિર્દેશિત અને ઝી સ્ટુડિયો, આનંદ પંડિત, રણદીપ હુડા, સંદીપ સિંહ અને યોગેશ રહર દ્વારા નિર્મિત. રૂપા પંડિત, સામ ખાન, અનવર અલી, પંચાલી ચક્રવર્તી દ્વારા સહ-નિર્માતા. રણદીપ હુડ્ડા, અંકિતા લોખંડે અને અમિત સિયાલ અભિનીત આ ફિલ્મ 22 માર્ચ, 2024 ના રોજ હિન્દી અને મરાઠી એમ બે ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news