રશ્મિકા મંદાનાએ લાંબી લચક પોસ્ટ લખીને વ્યથા ઠાલવી, કહ્યું- ચૂપ રહી છું પરંતુ હવે...

Rashmika Mandanna: દક્ષિણ ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાનાએ એક લાંબી લચક સોશિયલ મીડિયા પોસ્ટ લખીને પોતાની હૈયાવરાળ કાઢી છે. ઈન્ટરનેટ પર પોતાના માટે આટલી નફરત જોઈને રશ્મિકા મંદાના થોડી અપસેટ છે.

રશ્મિકા મંદાનાએ લાંબી લચક પોસ્ટ લખીને વ્યથા ઠાલવી, કહ્યું- ચૂપ રહી છું પરંતુ હવે...

દક્ષિણ ભારતીય સ્ટાર રશ્મિકા મંદાના 'નેશનલ ક્રશ' છે. પુષ્પા: ધ રાઈઝ બાદથી તો તે દરેક ઘરમાં લોકપ્રિય બની છે. જેટલી ઝડપથી તેની ફેન ફોલોઈંગ ફિલ્મ હિટ થયા બાદ વધી છે તે ખરેખર અદભૂત છે. જો કે જેટલા તેના ચાહકો વધ્યા છે તેટલા જ તેને નફરત કરનારા પણ ખુલીને સામે આવતા જોવા મળ્યા છે. 'ગુડબાય' ફેમ રશ્મિકા મંદાનાને આજકાલ સોશિયલ મીડિયા પર નફરત અને નેગેટિવિટી મળી રહી છે. યૂઝર્સ તેના વિશે એલફેલ બોલતા જોવા મળે છે. ઈન્ટરનેટ પર પોતાના માટે આટલી નફરત જોઈને રશ્મિકા મંદાના થોડી અપસેટ છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અભિનેત્રીએ આવા યૂઝર્સને જવાબ આપતા પોતાની વાત રજૂ કરી છે. 

રશ્મિકાએ લખી લાંબી લચક પોસ્ટ
રશ્મિકા મંદાનાએ લખ્યું કે, 'છેલ્લા કેટલાક દિવસથી અનેક ચીજો મને પરેશાન કરી રહી છે. એમ કહો કે હું છેલ્લા કેટલાક મહિનાઓથી પરેશાન છું. મને લાગે છે કે મારે તેના પર હવે ખુલીને વાત કરવી જોઈએ. હું ફક્ત મારા વિશે જ વાત કરીશ જે કદાચ મારે અનેક વર્ષો પહેલા કરી લેવી જોઈતી હતી. મે જ્યારથી મારી કરિયર શરૂ કરી છે, ખુબ નફરત મળી રહી છે. ટ્રોલ્સ અને નેગેટિવિટી મારા માટે એક પંચિંગ બેગની જેમ છે. હું સારી રીતે જાણું છું કે જે લાઈફ મે પસંદ કરી છે તે એક કિંમત સાથે આવે છે. હું એ પણ જાણું છું કે હું દરેકને ગમી શકું નહીં. દરેક મને પ્રેમ પણ ન કરી શકે. તેનો અર્થ એ નથી કે જો તમે મને પસંદ નથી કરતા તો મારા વિશે તમને નેગેટિવિટી ફેલાવવાનો અધિકાર પણ છે.'

હેટર્સને જડબાતોડ જવાબ
રશ્મિકા મંદાનાએ વધુમાં લખ્યું કે ફક્ત હું જ જાણું છું કે જે પ્રકારનું હું કામ કરું છું. બધાને ખુશ કરવા માટે દિવસ રાત મહેનત કરું છું. કામ કર્યાં બાદનું શુકુન અને ખુશે જે મળે છે મને, ફક્ત તેના વિશે જ હું વિચારું છું. હું કોશિશ કરી રહી છું કે જે પણ કામ હું કરું, તેનાથી તમને અને પોતાને ગર્વ મહેસૂસ કરાવી શકું. મારા માટે જે વાતો મે કહી નથી તેવી વાતો હું વાંચુ કે સાંભળું તો તે મારા માટે હ્રદયભગ્ન જેવું છે. મે જોયું છે કે જે ચીજો મે ઈન્ટરવ્યુમાં કહી, તેનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. 

ઈન્ટરનેટ પર મારા વિશે ખોટી ચીજો ફેલાવવામાં આવી રહી છે. આ ચીજો મારી ઈન્ડસ્ટ્રીની સાથે રિલેશનશીપ ઉપર પણ ખરાબ અસર કરી શકે છે. હું ફક્ત કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમને જ વેલકમ કરું છું. કારણ કે તેમાંથી જ હું પોતાનામાં બદલાવ લાવવાની સાથે કામમાં પણ સારું કરી શકું છું. પરંતુ તમને લોકોને સવાલ છે કે મારા વિશે નેગેટિવિટી અને નફરત ફેલાવીને આખરે તમને શું મળી જશે? ઘણા સમયથી મારા મિત્રો મને કરી રહ્યા છે કે હું આ વાતોને ઈગ્નોર કરું અને કામ પર ફોકસ કરું. પરંતુ જોઈ રહી છું કે ચીજો પહેલા કરતા વધુ ખરાબ થઈ રહી છે. આ વાતો કરીને હું કોઈને પણ નીચા દેખાડવા માંગતી નથી. બસ એ જ છે કે હું મારા મનની વાત રજૂ કરી રહી છું.'

આ વીડિયો પણ જુઓ...

રશ્મિકાએ વધુમાં લખ્યું છે કે 'હું વ્યક્તિ તરીકે મારી જાતને બદલી શકું નહીં. તેનો અર્થ એ પણ નથી કે તમે લોકો મને ફક્ત નફરત જ આપતા રહો. આટલું બધુ જે હું કહી રહી છું, ફક્ત મારા હેટર્સને જ કહી રહી છું. જે લોકો મને પ્રેમ કરે છે, તેઓ આ વાતને પોતાના મનમાં ન લગાવે. મને પ્રેમ કરતા રહે. તમારા બધા તરફથી સતત મળતો પ્રેમ અને સપોર્ટ જ તો છે, જેના કારણે હું હિંમત ભેગી કરી શકી છું અને પોતાની વાત રજૂ કરી શકી છું. મારી પાસે મારી આસપાસના લોકોને આપવા માટે ફક્ત પ્રેમ છે. જે લોકોએ મારી સાથે અને મે તેમની સાથે કામ કર્યું છે, તમે હંમેશા મારા હ્રદયની નજીક રહેશો. હું આગળ વધુ મહેનત કરીશ. વધુ સારું કરવાની કોશિશ કરીશ. તમને લોકોને ખુશ કરીને, હું પણ ખુશ રહી શકું છું. કાઈન્ડ રહો. આપણે બધા આપણું સર્વશ્રેષ્ઠ આપવાની કોશિશ કરી રહ્યા છીએ. થેંક્યું'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news