Rhea Chakraborty તેના ભાઈ Showik સાથે જોવા મળી એરપોર્ટ પર, આ એક ખાસ મેસેજ થયો વાયરલ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) મોત બાદ રિયા ચક્રવર્તી ઘણી વિવાદોમાં રહી હતી. રિયા (Rhea Chakraborty) સામે સુશાંતના મોતને લઇને કેસ પણ નોંધવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ મામલે રિયાને (Rhea Chakraborty Jail) જેલ પણ જવું પડ્યું હતું

Updated By: Mar 1, 2021, 07:48 PM IST
Rhea Chakraborty તેના ભાઈ Showik સાથે જોવા મળી એરપોર્ટ પર, આ એક ખાસ મેસેજ થયો વાયરલ

નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) મોત બાદ રિયા ચક્રવર્તી ઘણી વિવાદોમાં રહી હતી. રિયા (Rhea Chakraborty) સામે સુશાંતના મોતને લઇને કેસ પણ નોંધવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ મામલે રિયાને (Rhea Chakraborty Jail) જેલ પણ જવું પડ્યું હતું. પરંતુ હવે તેનું જીવન નોર્મલ થતું જોવા મળી રહ્યું છે. રિયા હાલમાં પિતા ઇન્દ્રજીત અને ભાઈ શોવિક (Showik Chakraborty) સાથે એરપોર્ટની બહાર જોવા મળી હતી.

એરપોર્ટ બહાર જોવા મળી રિયા
સુશાંતના મોત બાદ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ઘણા સમયથી લાઇમલાઇટથી દૂર રહીં. ધીરે ધીરે તે કેટલીક જગ્યાઓ પર સ્પોટ થતી જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા જીમ અને હવે રિયા પિતા અને ભાઈ શોવિક ચક્રવર્તી (Showik Chakraborty) સાથે એરપોર્ટ બહાર જોવા મળી છે. રિયાએ તે દરમિયાન વ્હાઈટ જેટેક પહેર્યું હતું, જેના પર 'મેન અપ' એટલે કે 'મર્દ બનો' લખ્યું હતું. ત્યારે રિયાની આ તસવીર વાયરલ થઈ રહી છે.

સ્ટ્રોન્ગ મેસેજવાળું જેકેટ
રિયા (Rhea Chakraborty T-Shirt) હમેશાં સ્ટ્રોન્ગ મેસેજવાળી ટી-શર્ટ પહેરે છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં પણ રિયા (Rhea Chakraborty) આ પ્રકારની સ્ટ્રોગ મેસેજવાળી ટી-શર્ટ પહેરેલું જોવા મળી હતી. જેની તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી. તે ટી-શર્ટ પર લખ્યું હતું કે, Roses are red, violets are blue, Let's smash patriarchy, Me and you.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube