32 વર્ષ પહેલા આ અભિનેત્રીની સાથે સલમાન ખાને પડદા પર કર્યો હતો કિસિંગ સીન, ખુબ થઈ હતી ચર્ચા

રાધે માટે સલમાન ખાને વર્ષઓ જૂનુ 'કમિટમેન્ટ' તોડી દીધુ છે. જો તમે ટ્રેલર જોશો તો તમને તેમાં સલમાન ખાન દિશા પટનીને કિસ કરતો જોવા મળશે. સલમાન ખાનના ફેન્સ આ સીન જોઈને શોક્ડ થઈ ગયા છે, કારણ કે બધા જાણે છે કે સલમાન ઓનસ્ક્રીન ક્યારેય કિસિંગ સીન આપતો નથી. 

32 વર્ષ પહેલા આ અભિનેત્રીની સાથે સલમાન ખાને પડદા પર કર્યો હતો કિસિંગ સીન, ખુબ થઈ હતી ચર્ચા

નવી દિલ્હીઃ આ વર્ષે સિરીઝ થનારી મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક 'રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. સલમાન ખાન સ્ટારર આ બિગ બજેટ ફિલ્મની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મનું ટ્રેલર આજે સવારે 11 કલાકે રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થતા સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. 

દમદાર ડાયલોગ્સ અને ધમાકેદાર એક્શન સીન્સથી ભરપૂર રાધેનું ટ્રેલર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યું છે. પરંતુ આ ટ્રેલરમાં સલમાન ખાને કંઈક એવુ કરી દીદુ છે જેને જોઈને બધા ચોંકી ગયા છે. રાધે માટે સલમાન ખાને વર્ષઓ જૂનુ 'કમિટમેન્ટ' તોડી દીધુ છે. જો તમે ટ્રેલર જોશો તો તમને તેમાં સલમાન ખાન દિશા પટનીને કિસ કરતો જોવા મળશે. સલમાન ખાનના ફેન્સ આ સીન જોઈને શોક્ડ થઈ ગયા છે, કારણ કે બધા જાણે છે કે સલમાન ઓનસ્ક્રીન ક્યારેય કિસિંગ સીન આપતો નથી. 

જુઓ ફિલ્મ રાધેનું ટ્રેલરઃ

સલમાનને ઘણા ઇન્ટરવ્યૂમાં પણ સવાલ પૂછવામાં આવી ચુક્યો છે કે તે ઓનસ્ક્રીન કિસિંગ સિન કેમ આપતો નથી, તો દર વખતે ભાઈજાનનો જવાબ હોય છે કે તે પડદા પર આવા સીન કરવામાં સહજ હોતો નથી, તેથી તે પોતાની ફિલ્મમાં અભિનેત્રીને કિસ કરતો નથી. પરંતુ અભિનેતાએ 32 વર્ષ પહેલા 1989માં ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' માં ભાગ્યશ્રીની સાથે કિસિંગ સીન કર્યો હતો જે ખુબ ચર્ચામાં રહ્યો હતો. પરંતુ તેની પાછળ પણ રસપ્રદ કહાની છે અને આ સીન બાદ અભિનેતાએ ફરી પડદા પર કિસ કરી નથી.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સલમાને ભાગ્યશ્રીની સાથે કિસિંગ સીનનો કિસ્સો શેર કર્યો હતો. અભિનેતાએ જણાવ્યુ હતું, મને ભાગ્યશ્રી અને સૂરજ બડજાત્યાને આ ફિલ્મ (મૈંને પ્યાર કિયા) ની ખુબ જરૂર હતી. તેમાં મેં અને ભાગ્યશ્રીએ એકબીજાને કિસ કરી હતી, પરંતુ ત્યારે અમારા વચ્ચે એક ગ્લાસ હતો અમે સીધી કિસ કરી નથી. પરંતુ તે કિસિંગ સીન ઇન્ડસ્ટ્રીના બેસ્ટ કિસિંગ સીનમાં ગણવામાં આવે છે. આગળ અભિનેતાએ જણાવ્યુ કે, જો મેં એકવાર મોટા પડદા પર કિસ કરી લીધો તો વારંવાર કરવી પડશે પછી હું ડાયરેક્ટરને ના પાડી શકુ નહીં. તેથી હું પડદા પર કિસ કરતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news