Reliance Jio 10GB સુધી એક્સ્ટ્રા ડેટા, ફ્રી કોલિંગ અને OTT સબ્સક્રિપ્શન, આ છે ટોપ-3 પ્લાન

રિલાયન્સ જીયો પોતાના યૂઝર્સને 10જીબી સુધી એક્સ્ટ્રા ડેટાની સાથે ઘણા શાનદાર પ્લાન ઓફર કરી રહ્યું છે. આ પ્લાનમાં ફ્રી કોલિંગની સાથે ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. જુઓ તમામ વિગતો.....

Reliance Jio 10GB સુધી એક્સ્ટ્રા ડેટા, ફ્રી કોલિંગ અને OTT સબ્સક્રિપ્શન, આ છે ટોપ-3 પ્લાન

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) પોતાના યૂઝર્સને બેસ્ટ બેનિફિટ વાળા પ્લાન્સનું લાંબી લિસ્ટ ઓફર કરી રહ્યું છે. આ પ્લાન્સમાં કંપની શાનદાર ડેલી ડેટાની સાથે 10જીબી સુધી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે. પ્લાન્સની ખાસિયત છે કે તેમાં ફ્રી કોલિંગ, ફ્રી એસએમએસની સાથે ઘણા એડિશનલ બેનિફિટ પણ આપવામાં આવી રહ્યાં છે, જેમાં ડિઝ્ની+હોટસ્ટાર VIPનું સબ્સક્રિપ્શન પણ સામેલ છે. 

રિલાયન્સ જીયોનો 401 રૂપિયાવાળો પ્લાન
28 દિવસની વેલિડિટી સાથે આવનાર આ પ્લાનમાં દરરોજ 3જીબી ડેટાની સાથે 6 જીબી એક્સ્ટ્રા ડેટા મળી રહ્યો છે. આ રીતે પ્લાનમાં કુલ 90જીબી ડેટા મળે છે. પ્લાનમાં કંપની અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે 100 ફ્રી એસએમએસ આપી રહી છે. પ્લાનમાં મળનાર અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં ડિઝ્ની+ હોટસ્ટાર અને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. 

રિલાયન્સ જીયોનો 777 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનમાં કંપની દરરોજ 1.5 જીબી ડેટાની સાથે 5જીબી એક્સ્ટ્રા ડેટા ઓફર કરી રહી છે. 84 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં દેશભરમાં કોઈ નેટવર્ક માટે અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. પ્લાનમાં કંપની જીયો એપ્સના ફ્રી એક્સેસની સાથે ડિઝ્ની+હોટસ્ટાર VIP નું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. 

રિલાયન્સ જીયોનો 2599 રૂપિયાવાળો પ્લાન
જીયોનો આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં કંપની દરરોજ 2જીબી ડેટાની સાથે 10 જીબી એક્સ્ટ્રા ડેટા ઓફર કરી રહી છે. આ રીતે પ્લાનમાં મળનાર ટોટલ ડેટા 740 જીબી થઈ ગાય છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. પ્લાનમાં મળનાર એડિશનલ બેનિફિટમાં ડિઝ્ની+હોટસ્ટાર અને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news