સરોજ ખાનનું કાસ્ટિંગ કાઉચ મામલે વિવાદિત નિવેદન, જાણી તમે પણ ચોંકી જશો

કાસ્ટિંગ કાઉચ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક ઊંડુ કાળું સત્ય છે, જેના પર ભલે બહુ ઓછા લોકો વાત કરે છે પરંતુ કાસ્ટિંગ કાઉચ થાય છે તે બધા સ્વીકારે છે. પરંતુ બોલિવૂડના આ કાળા સત્યનો કોરિયોગ્રાફર સરોજ ખાને ખુબ જ અટપટા ઢંગથી બચાવ કર્યો છે.

સરોજ ખાનનું કાસ્ટિંગ કાઉચ મામલે વિવાદિત નિવેદન, જાણી તમે પણ ચોંકી જશો

નવી દિલ્હી: કાસ્ટિંગ કાઉચ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક ઊંડુ કાળું સત્ય છે, જેના પર ભલે બહુ ઓછા લોકો વાત કરે છે પરંતુ કાસ્ટિંગ કાઉચ થાય છે તે બધા સ્વીકારે છે. પરંતુ બોલિવૂડના આ કાળા સત્યનો કોરિયોગ્રાફર સરોજ ખાને ખુબ જ અટપટા ઢંગથી બચાવ કર્યો છે. સરોજ ખાનનું કહેવું છે કે કાસ્ટિંગ કાઉચ એ યુવતીની મરજીથી થાય છે. સરોજ ખાનનું તો એમ પણ કહેવું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થતા કાસ્ટિંગ કાઉચ(શારીરિક શોષણ)ના બદલે યુવતીઓને કામ મળે છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ કાસ્ટિંગ કાઉચ પર બોલતા કોર્યોગ્રાફર સરોજ ખાને કહ્યું કે બાબા આદમના જમાનાથી ચાલતું આવ્યું છે. દરેક યુવતી પર કોઈને કોઈ હાથ સાફ કરવાની કોશિશ કરે છે. સરકારના લોકો પણ કરે છે. તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પાછળ કેમ પડ્યા છો? તે ઓછામાં ઓછું રોટી તો આપે છે. રેપ કરીને છોડી તો નથી દેતી.

— ANI (@ANI) April 24, 2018

સરોજ ખાને વધુમાં કહ્યું કે તમે શું કરવા માંગો છો તે યુવતી ઉપર આધાર રાખે છે. યુવતી તેના હાથમાં આવવા ન માંગતી હોય તો નહીં આવે. તમારે પાસે આર્ટ છે તો શું કામ તમે તમારી જાતને વેચશો? ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કશું કહેશો નહીં. તે અમારી માતા પિતા છે.

અત્રે જણાવવાનું કે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી-મોડલ શ્રી રેડ્ડીએ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચને લઈને પ્રોટેસ્ટ છેડી છે. તેણે આ મામલે અનેક મોટા એક્ટર્સના નામ લીધા છે. પોતાના વિરોધ માટે શ્રી રેડ્ડી હાલમાં જ ટોપલેસ થઈને ચર્ચામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સરકારે હાલમાં જ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કાસ્ટિંગ કાઉચને લઈને એક ખાસ સમિતિ બનાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news