Samantha Ruth Prabhu ને થઇ આ ખતરનાક બિમારી, દર્દનાક તસવીર જોઇ ફેન્સને થઇ ચિંતા

Samantha New Post: સાઉથ ફિલ્મોની જાણિતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu ) હાલમાં પોતાની આગામી ફિલ્મ 'યોશદા' ને લઇને ચર્ચામાં છે. પરંતુ હવે અભિનેત્રીની એક પોસ્ટે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. જેમાં સામંથાએ પોતાના સ્વાસ્થ સાથે સંકળાયેલી માહિતી ફેન્સને આપી છે. 

Samantha Ruth Prabhu ને થઇ આ ખતરનાક બિમારી, દર્દનાક તસવીર જોઇ ફેન્સને થઇ ચિંતા

Samantha Health: સાઉથની જાણિતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu ) ની ટોલીવુડમાં જ નહી પરંતુ બોલીવુડમાં પણ મોટી ફે ન ફોલોઇંગ છે. મોટાભાગે સોશિયલ મીડિયા પર સામંથા કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. તેમણે 'ફેમિલી મેન 2' માં પોતાની દમદાર એક્ટિંગથી હિંદી ઓડિયન્સના દિલમાં જગ્યા બનાવી લીધી છે. આ ઉપરાંત સુપરહિટ ફિલ્મ 'પુષ્પા ધ રાઇઝ' ના હિટ ગીટ 'ઉ અંટાવા' માં પોતાના લટકા ઝટકાથી સામંથાએ દરેકના દીલ જીતી લીધા હતા. પરંતુ હવે સામંથાના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જેની જાણકારી અભિનેત્રીએ પોતે આપી છે. 

સામંથાએ શેર કરી હોસ્પિટલની તસવીર
તમને જણાવી દઇએ કે સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) ની ફિલ્મ 'યશોદા' નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે, જેને દર્શકોનો ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. હવે સામંથાએ લોકોને ધન્યવાદ આપવા માટે એક પોસ્ટ શેર કરી અને લખ્યું- 'યશોદાના ટ્રેલરને શાનદાર પ્રતિક્રિયાઓ મળી. આ પ્રેમ સાથે તમારી સાથે શેર કરુ છું. આ મારા લાઇફમાં આવનાર પડકારનો સામનો કરવાની તાકાત આપે છે' સામંથાએ આગળ લખ્યું 'મને થોડા મહિના પહેલાં માયોસિટિસ નામની એક ઓટોઇમ્યૂન સ્થિતિ વિશે ખબર પડી. હું સાજી થયા બાદ આ વાત શેર કરવા માંગતી હતી. પરંતુ તેમાં ધાર્યા કરતાં વધુ સમય લાગી રહ્યો છે. હું તેની સામે હજુ ઝઝૂમી રહી છું. ડોક્ટર્સને વિશ્વાસ છે કે હું જલદી સાજી થઇ જઇશ.' 

સામંથાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું- 'શારીરિક અને ઇમોશનલી મને લાગે છે કે હું તેને વધુ સંભાળી શકીશ નહી. કદાચ હું દરરોજ સાજા થવાની નજીક આવી રહી છું. તમને જણાવી દઇએ કે આ નોટની સાથે સામંથાએ પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે. ફોટામાં અભિનેત્રીએ પોતાના રેકોર્ડિંગ સ્ટૂડિયોમાં જોવા મળી રહી છે. તેમના હાથમાં ડ્રિપ લાગેલી જોવા મળે છે. સામંથા ફોટામાં પોતાના હથ વડે હાર્ટની સાઇન બનાવી રહી છે. જેવો જ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો ત્યારથી ફેન્સ તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news