શાહિદ કપૂરના મોઢામાંથી નીકળ્યું લોહી, ગંભીર ઇજા થતા લેવા પડ્યા 25 ટાંકા; જુઓ Video

Shahid Kapoor injury: શાહિદ કપૂર (Shahid Kapoor) એ એક એવો વીડિયો શેર કર્યો છે જેનાથી તેના ફેન્સ ચોંકી ગયા છે. આ વીડિયોમાં તેના ચહેરા પર લોહી દેખાઈ રહ્યું છે.

શાહિદ કપૂરના મોઢામાંથી નીકળ્યું લોહી, ગંભીર ઇજા થતા લેવા પડ્યા 25 ટાંકા; જુઓ Video

નવી દિલ્હીઃ બોલીવૂડના સુપરક્યુટથી સુપરએન્ગ્રી હીરો સુધીની સફર કરી ચૂકેલ શાહિદ કપૂર (Shahid Kapoor) 'કબીર સિંહ' પછી 'જર્સી' (Jersey) ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે અને લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા શાહિદ કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મોઢામાંથી લોહી નીકળતું જોવા મળી રહ્યું છે. આ વીડિયો શાહિદે પોતે શેર કર્યો છે. જેની સાથે તેણે પોતાની ઈજા અંગે પણ ખુલાસો કર્યો છે.

શૂટિંગ દરમિયાન થયો આ અકસ્માત
વાસ્તવમાં આ વીડિયો હાલનો નથી પરંતુ ફિલ્મ 'જર્સી'ના શૂટિંગનો છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાનનો BTS વીડિયો છે, જેમાં શાહિદની ઈજા સામે આવી છે. આ વીડિયોમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે શાહિદે આ ફિલ્મ માટે કેટલી મહેનત કરી છે. આટલું જ નહીં બેટિંગ દરમિયાન તેને હોઠ પર ગંભીર ઈજા થઈ હતી. તેને 25 ટાંકા પણ આવ્યા, પરંતુ તેણે હાર ન માની અને મેદાન પર જ રહ્યો. જુઓ આ વિડિયો...

શાહિદે સંભળાવ્યો કિસ્સો
તમને જણાવી દઈએ કે શાહિદ કપૂરે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે હાથમાં બેટ પકડીને રમતો જોવા મળી રહ્યો છે, લોકો સ્ટેડિયમમાં તેને ચીયર કરી રહ્યા છે. આ શોટ કદાચ ફિલ્મની ક્લિપ છે, પરંતુ તેની આગળનું દ્રશ્ય એકદમ વાસ્તવિક છે. એક બોલ શાહિદ કપૂરના હોઠ પર વાગ્યો. તેના હોઠ ફાટી ગયા અને લોહી વહેવા લાગ્યું. તેના હાથ પર પણ ઈજા થઈ હતી. શાહિદને 25 ટાંકા આવ્યા, પરંતુ તેણે હાર ન માની.

મૃણાલ ઠાકુર પણ જોવા મળશે
વાસ્તવમાં શાહિદે આ ફિલ્મ માટે બેટિંગની બારીકીઓ શીખી હતી અને વાસ્તવિકતા લાવવા માટે વાસ્તવિક બેટ્સમેનની જેમ બેટિંગ કરવાનું શીખ્યા હતા. વીડિયો શેર કરતા શાહિદે કેપ્શનમાં લખ્યું, 'તેમાં મારું લોહી છે.' તમને જણાવી દઈએ કે આ ફિલ્મ સાઉથ ફિલ્મની હિન્દી રિમેક છે. આમાં શાહિદ સાથે મૃણાલ ઠાકુર પણ જોવા મળશે. આ ફિલ્મ 31 મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news