રવિવારે ભૂલથી પણ ન કરો આટલી વસ્તુની ખરીદી, નહીતર થઇ જશો કંગાળ

સૂર્યની ઉપાસના માટે રવિવારને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. કુંડળીના દોષોથી મુક્તિ મેળવવા માટે રવિવારના દિવસે ખાસ ઉપાય કરવામાં આવે છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે સૂર્યદેવની કૃપા મેળવવા માટે આ દિવસે ઉપવાસ કરવાથી પણ લાભ થાય છે.

રવિવારે ભૂલથી પણ ન કરો આટલી વસ્તુની ખરીદી, નહીતર થઇ જશો કંગાળ

નવી દિલ્હીઃ સૂર્યની ઉપાસના માટે રવિવારને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. કુંડળીના દોષોથી મુક્તિ મેળવવા માટે રવિવારના દિવસે ખાસ ઉપાય કરવામાં આવે છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે સૂર્યદેવની કૃપા મેળવવા માટે આ દિવસે ઉપવાસ કરવાથી પણ લાભ થાય છે. સામાન્ય રીતે રવિવાર રજાનો દિવસ હોય છે. મોટાભાગના લોકો આ દિવસે ખરીદી કરવાનું પસંદ કરે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે કેટલીક વસ્તુઓ ખરીદવાની મનાઈ છે.

રવિવારે આ વસ્તુઓ ખરીદી ગણાય છે અશુભ
મોટાભાગના લોકો રવિવારે ખરીદી કરવાનું પસંદ કરે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે લોખંડનો સામાન ખરીદવો અશુભ છે. તેને ખરીદવાથી આર્થિક નુકસાન થાય છે. તેની સાથે જ દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળે છે. આ સિવાય હાર્ડવેર, કાર એસેસરીઝ, ફર્નિચર, ઘર બનાવવાની વસ્તુઓ અને બાગકામની વસ્તુઓ પણ આ દિવસે ન ખરીદવી જોઈએ.

રવિવારે શું ન કરવુ જોઇએ 
રવિવારે મીઠું ન ખાવું જોઈએ. કારણ કે તેની અસર સ્વાસ્થ્ય પર પડે છે. તેની સાથે કામમાં અડચણો આવે. કાળો, વાદળી, ભૂરો અને રાખોડી રંગના કપડાં રવિવારે ન પહેરવા જોઈએ. રવિવારે તાંબાની વસ્તુઓ ન વેચવી જોઈએ. રવિવારે વાળ કાપવાથી કુંડળીમાં સૂર્ય નબળો પડે છે. તેથી રવિવારે વાળ કપાવવાનું ટાળવું જોઈએ. આ સિવાય રવિવારે માંસ અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિ સંબંધિત વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. બીજી તરફ રવિવારે લાલ રંગની વસ્તુઓ, પાકીટ, કાતર, ઘઉં વગેરે ખરીદવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રવિવારે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news