Shilpa Shetty ને આખરે કેમ કાજોલ અને શાહરૂખથી હતી ઈર્ષ્યા? 28 વર્ષ બાદ થયો મોટો ખુલાસો

બાઝીગર ફિલ્મનું હિટ સોન્ગ યે કાલી કાલી આંખેમાં તેઓને ડાન્સ કરવો હતો, પરંતુ તેઓને આ તક ના મળી.

Updated By: Jun 19, 2021, 07:58 AM IST
Shilpa Shetty ને આખરે કેમ કાજોલ અને શાહરૂખથી હતી ઈર્ષ્યા? 28 વર્ષ બાદ થયો મોટો ખુલાસો

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા (Shilpa Shetty) એ પોતાના કરિયરમાં અત્યાર સુધી પડદા પર એક પર એક જોરદાર અભિનય કર્યા છે. ફેન્સ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ની અદાઓની સાથે તેમના અભિનયના પણ ખુબ વખાણ કરે છે. પરંતુ હવે જૂના દિવસોને યાદ કરીને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) આજકાલ પોતાનું દુઃખ વ્યક્ત કરી રહી છે. 

યે કાલી-કાલી આંખે ગીત પર ડાન્સ કરવાનું ઈચ્છતી હતી શિલ્પા 
શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ સુપરહિટ ફિલ્મ બાઝીગર (Baazigar) અંગે એક મોટો ખુલાસો કર્યો છે. તેઓએ જણાવ્યું કે ફિલ્મનું હિટ સોન્ગ યે કાલી કાલી આંખેમાં તેઓને ડાન્સ કરવો હતો, પરંતુ તેઓને આ તક ના મળી. શિલ્પા ફિલ્મ બાઝીગરનો જ એક ભાગ હતી તેમ છતાં આ ગીત પર ડાન્સ ના મળતા આજે પણ તે અફસોસ વ્યક્ત કરે છે. શિલ્પાએ આ વાત ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર ચૈપ્ટર 4ના સેટ પર કહી.

Hum Dil De Chuke Sanam ના 22 વર્ષ: અજય દેવગણ પોસ્ટ કરી કહ્યું- વિચાર્યું ન હતું કે ઇતિહાસ રચી દેશે

આ શોમાં બધા જ કન્ટેસ્ટન્ટ્સે કુમાર સાહનુના પ્રખ્યાત ગીતો પર પરફોર્મન્સ આપ્યું હતું જેમાં 1993માં આવેલી ફિલ્મ બાઝીગર (Baazigar) નું યે કાલી કાલી આંખે ગીત પણ હતું. આ ગીતને શાહ રૂખ ખાન અને કાજોલ પર બનાવવામાં આવ્યું હતું. 

આ શો દરમિયાન કન્ટેસ્ટન્ટ નીરજા અને ભાવનાએ બાઝીગર (Baazigar) નું સુપર હિટ સોન્ગ યે કાલી કાલી આંખે પર ડાન્સ કર્યો હતો. પરફોર્મન્સ અંગે શિલ્પા શેટ્ટીએ જણાવ્યું કે હું હંમેશાથી આ ટ્રેકનો ભાગ બનવા ઈચ્છતી હતી. મને હંમેશાથી ઈર્ષ્યા થતી હતી કે આ ગીત તેઓને કેમ ના મળ્યું. 

'વિવાહ' ફિલ્મથી કમ નથી આ યુવતીનો કિસ્સો, આવી છે હર્ષાલીની જિંદાદિલીની કહાની

જલ્દી જ આ ફિલ્મમાં જોવા મળશે શિલ્પા
સુપર ડાન્સર ચેપ્ટર 4ના પ્રોમોમાં દેખાઈ શકે છે કે કોરિયોગ્રાફર અને શોની જજ ગીતાના કહેવા પર કુમાર સાહનુ સ્ટેજ પર આ ગીત ગાય છે અને શિલ્પા જોરદાર ડાન્સ કરે છે. આ સાથે જ કુમાર સાહનુ કહે છે કે આ ગીત અનુ મલિકે તૈયાર કર્યું છે. ગીત રેકોર્ડ કરતી વખતે નાની મોટી રકઝક પણ ચાલતી હતી. 

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જલ્દી દ તે હંગામા 2માં જોવા મળશે. આ ફિલ્મમાં પરેશ રાવલ પણ જોવા મળશે. આ સિવાય શિલ્પા નિકમ્મા ફિલ્મમાં પણ જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube