હોળી વખતે આ અભિનેત્રી સાથે થઈ હતી 'ગંદી હરકત', કહ્યું-તેણે મારા સ્કર્ટમાં હાથ નાખ્યો અને...

દેશભરમાં લોકો હોળીની ઉજવણીમાં વ્યસ્ત છે. દરેક જણ  કોરોનાના દહેશત વચ્ચે પણ હોળીના તહેવારની મજા માણી રહ્યા છે. આ બધા વચ્ચે અભિનેત્રી સોફિયા હયાત (Sofia Hayat) નો એક કિસ્સો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના જાણ્યા બાદ લોકો સ્તબ્ધ થઈ ગયા છે. અભિનેત્રી સોફિયા હયાતે જણાવ્યું કે એકવાર હોળી દરમિયાન તેની સાથે ગંદી હરકત થઈ હતી. તેણે જણાવ્યું કે એક વ્યક્તિએ તેના સ્કર્ટમાં હાથ નાખ્યો હતો. 

હોળી વખતે આ અભિનેત્રી સાથે થઈ હતી 'ગંદી હરકત', કહ્યું-તેણે મારા સ્કર્ટમાં હાથ નાખ્યો અને...

નવી દિલ્હી: દેશભરમાં લોકો હોળીની ઉજવણીમાં વ્યસ્ત છે. દરેક જણ  કોરોનાના દહેશત વચ્ચે પણ હોળીના તહેવારની મજા માણી રહ્યા છે. આ બધા વચ્ચે અભિનેત્રી સોફિયા હયાત (Sofia Hayat) નો એક કિસ્સો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના જાણ્યા બાદ લોકો સ્તબ્ધ થઈ ગયા છે. અભિનેત્રી સોફિયા હયાતે જણાવ્યું કે એકવાર હોળી દરમિયાન તેની સાથે ગંદી હરકત થઈ હતી. તેણે જણાવ્યું કે એક વ્યક્તિએ તેના સ્કર્ટમાં હાથ નાખ્યો હતો. 

સોફિયા સાથે થઈ હતી આ હરકત
સોફિયા હયાતે (Sofia Hayat) સ્પોર્ટબોય સાથે વાત કરતા કહ્યું કે 'હું હોળી પાર્ટીમાં હતી. ત્યાં અનેક હસ્તીઓ હતી. અનેક લોકો મારી સાથે તસવીરો ખેંચાવી રહ્યા હતા. જ્યાં ખુબ ફેન્સ હોય ત્યાં હું જરા વધારે ધ્યાન આપું છું. આ વખતે મારું ધ્યાન ભટકી ગયું. આ પાર્ટીમાં મે ભાંગવાળી પાણીપુરી ખાઈ લીધી હતી. ત્યારબાદ હું ખુશીમાં ઝૂમી રહી હતી અને મારો મારી જાત પર કોઈ કંટ્રોલ નહતો. આવામાં જે દરમિયાન ફોટા પડાવતી હતી તે વખતે એક છોકરાએ મારા સ્કર્ટમાં હાથ નાખી દીધો. પહેલા તો વિચાર આવ્યો કે આવું કોણ કરે. પણ ત્યારબાદ ફરીથી એવી હરકત થઈ. પછી તો મે તેને છાતી પર માર્યું અને તે નીચે પડી ગયો.'

મદદ માટે આવ્યો વ્યક્તિ
સોફિયા હયાતે (Sofia Hayat) આગળ જણાવ્યું કે આ ઘટના બાદ તેને એક મીડિયાવાળાએ બચાવી. તેણે તેને ગાડી સુધી છોડી. ત્યારબાદ તે પરેશાન થઈને ઘરે પહોંચી હતી. સોફિયાએ કહ્યું કે એક મીડિયા સાથે જોડાયેલો વ્યક્તિ મારી પાસે આવ્યો. તે મારો મિત્ર હતો. તેણે મને કહ્યું કે હું તને ગાડી સુધી છોડી દઉ છું અને તું હવે ઘરે જતી રહે. અહીં લોકો પાગલ થઈ રહ્યા છે. તેની મદદથી હું સેફ્ટી સાથે મારી ગાડી સુધી પહોંચી અને ત્યાંથી ઘરે જતી રહી.

સોફિયા ઈચ્છે છે કે લોકોને ખબર પડે આ વાત
સોફિયા હયાતે (Sofia Hayat)  આ વાતચીત દરમિયાન કહ્યું કે હું ઈચ્છું છું કે આ ઘટના અંગે લોકોને ખબર પડે અને તેઓ આવી જગ્યાઓ પર પોતાના મિત્રો અને પરિજનો સાથે જાય. અત્રે જણાવવાનું કે સોફિયા હયાત મોટાભાગે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ અને તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. સોફિયા પોતાની સેન્સ્યુઅલ તસવીરોને લઈને અગાઉ ચર્ચામાં હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news