પાકિસ્તાનમાં ધૂમ મચાવે છે ગોવિંદાનું આ ગીત, જાણો ગીત વાગતા જ લોકો કેમ શરૂ કરી દે છે નાચવાનું!

પાકિસ્તાનમાં ધૂમ મચાવે છે ગોવિંદાનું આ ગીત, જાણો ગીત વાગતા જ લોકો કેમ શરૂ કરી દે છે નાચવાનું!

નવી દિલ્લીઃ બોલિવૂડમાં બે દાયકાથી વધુ ધૂમ મચાવનાર સુપરસ્ટાર ગોવિંદાનો જાદુ આજે પણ દર્શકોમાં બરકરાર છે. ગોવિંદાનું નવું ગીત 'ટન ટના ટન' રિલીઝ થયું ત્યારે તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખૂબ લોકપ્રિય થયું. આ ગીત ખૂબ જ ઝડપથી વાયરલ થયું અને ચાહકો આગીત પર ડાન્સ કરવા માટે મજબૂર બન્યા.

 

નવી પેઢી ગોવિંદાના આ ગીતથી ખૂબ જ પ્રભાવિત થઈ રહી છે. આ ગીતમાં સુપરસ્ટાર સિંગર મીકા સિંહનો અવાજ છે અને ગોવિંદાએ જોરદાર ડાન્સ કર્યો છે. ગોવિંદા અને ગણેશ આચાર્યએ ભૂતકાળમાં સાથે કામ કર્યું છે અને આ વખતે તેઓ આ ગીતમાં એક નવી ડાન્સ ફોર્મ્યુલા લઈને આવ્યા છે, જે ચાહકોને પણ પસંદ આવ્યું છે.

ગોવિંદાનું આ ગીત યુટ્યુબ ચેનલ 'ગોવિંદા રોયલ્સ' પરથી રિલીઝ કરવામાં આવ્યું છે. ગોવિંદા આ ચેનલ પર સતત તેના ડાન્સ વીડિયો શેર કરે છે. આ વીડિયોમાં ક્યારેક તે પોતે પણ ગાતા નજરે પડે છે અને ચાહકોનું દિલ જીતી લે છે. 

ગોવિંદાના આ વીડિયોને ફેન્સનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ગોવિંદાના આ લેટેસ્ટ ગીતનો વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. ગોવિંદાના આ વીડિયો પર ચાહકો જોરદાર કોમેન્ટ કરે છે અને તેના ડાન્સ, સ્ટાઈલ, એક્શનના બધા વખાણ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news