બોયફ્રેંન્ડે આપી અનોખી બર્થ ડે ગિફ્ટ, સુષ્મિતાએ કહ્યું થેંક્યુ જાન
Trending Photos
નવી દિલ્હી : પૂર્વ મિસ યૂનિવર્સ સુષ્મિતા સેને (Sushmita sen) 19 નવેમ્બરે પોતાનાં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બોલિવુડ સેલેબ્રિટીની સાથે સાથે સુષ્મિતાના ફેન્સે પણ તેમને શુભકામનાઓ આપી, પરંતુ સૌથી વધારે ચર્ચા તેમના બોયફ્રેંડ રોહમન શોલની થઇ. જેમણે સુષ્મિતાની બંન્ને પુત્રીઓ સાથે મળીને ટેરેસ પર સરપ્રાઇઝ પાર્ટી એરેન્જ કરી હતી. સુષ્મિતા આ ખટાસ સજાવટ અને વાતાવરણને જોઇને ભાવુક થઇ ગઇ હતી. સુષ્મિતાએ આ વીડિયોને પોતે જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
આ વીડિયોના કેપ્શનમાં સુષ્મિતાએ લખ્યું કે તે બિલ્કુલ જાદુઇ જન્મ દિવસ હતો. મે જે માંગ્યું તે મળ્યું. આ બર્થડે સરપ્રાઇઝ માટે આભાર જાન રોહમન શૉલ. દરકે પોતાની ભુમિકા ખુબ જ સારી રીતે નિભાવી, મને આ વાતનો જરા પણ અંદાજ નહોતો. આ રહ્યો જાદુ વિખરાતા ટેરેસ, લાઇટ, ટેંટ, બલુન, ટેસ્ટી કેક અને હૃદયમાં વસી જનારા પત્રો. સુષ્મિતા દ્વારા શેર કરવામાં આવી રહેલા આ વીડિયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. લોકો રોહમનનાં ખુબ જ વખાણ કરી રહ્યા છે કે તેમણે આટલા સુંદર અંદાજમાં સુષ્મિતાનો જન્મ દિવસ સેલીબ્રેટ કર્યો છે.
હિમાચલમાં બાળપણથી બાળકોને ભણાવાશે સંસ્કૃત, કોર્સને સરકારની મંજુરી
ઉલ્લેખનીય છે કે, 1994માં સુષ્મિતા સેને મિસ યૂનિવર્સનો ખિતાબ પોતાનાં નામે કર્યો અને બોલિવુડમાં તેણે દસ્તક ફિલ્મ સાથે એન્ટ્રી કરી હતી. સુષ્મિતાએ બે પુત્રીઓને દત્તક લીધી છે અને સાથે જ તે રોહમન શોલની સાથે રિલેશનશિપ મુદ્દે ચર્ચામાં છે. બંન્ને ઘણી વખત પોતાની કેમેસ્ટ્રીને ફેસબુક પર શેર કરતા રહે છે. સુષ્મિતા ઘણા લાંબા સમયથી ફિલ્મોથી દુર છે. હાલ તે પ્રોડક્શનમાં વ્યસ્ત હોવાનું પણ તે જણાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે