SidKiara ના રિસેપ્શન માટે મીરા કપૂરે પહરેલી ન્યૂડ નેટ સાડી દેખાય છે મામૂલી પણ તેની કિંમત છે લાખોમાં

Mira Rajput Saree: તાજેતરમાં પણ જ્યારે મીરા રાજપૂત સિદ્ધાર્થ કિયારાના રિસેપ્શનમાં પહોંચી હતી તો સૌની નજર તેના પર અટકી ગઈ હતી. 

 SidKiara ના રિસેપ્શન માટે મીરા કપૂરે પહરેલી ન્યૂડ નેટ સાડી દેખાય છે મામૂલી પણ તેની કિંમત છે લાખોમાં

Mira Rajput Saree: શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતનું ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી પરંતુ તેમ છતાં તે તેની સ્ટાઈલ અને ડ્રેસિંગ સેન્સના કારણે અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. દરેક ખાસ ફંકશનમાં મીરા અલગ જ આઉટફિટ્સમાં જોવા મળે છે. તેની સ્ટાઈલ જોઈને ચાહકો તેના દિવાના થઈ જાય છે. તાજેતરમાં પણ જ્યારે મીરા રાજપૂત સિદ્ધાર્થ કિયારાના રિસેપ્શનમાં પહોંચી હતી તો સૌની નજર તેના પર અટકી ગઈ હતી.

આ પણ વાંચો:

મીરા રાજપૂત સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના મુંબઈ વેડિંગ રિસેપ્શનમાં ન્યૂડ નેટ સાડી પહેરીને પહોંચી હતી. મીરાએ આ સાડી સાથે હોરીઝોન્ટલ નેકનું શીમરી બ્લાઉઝ પહેર્યું હતું. જેમાં તે ગજબની સુંદર લાગતી હતી. જો કે સૌથી વધુ ચર્ચા તો મીરા રાજપૂત સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના રિસેપ્શનમાં પહરેલી ન્યૂડ નેટ સાડીની થઈ રહી છે. આ સાડી દેખાવમાં સામાન્ય લાગતી હશે પરંતુ તેની કિંમત લાખોમાં છે.

 

મીરાની આ સાડીના લુકમાં ચાર્મ ઉમેરતી હીરાની બુટ્ટી પહેરી હતી અને વાળ ખુલ્લા રાખ્યા હતા. તેણે મીનીમમ મેકઅપ સાથે તેનો લુક કંમપ્લીટ કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર મીરા રાજપૂતની આ સાડીની કિંમત લગભગ 1 લાખ 95 હજાર રૂપિયા છે. મીરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થ કિયારાના વેડિંગ રિસેપ્શન લૂકની કેટલીક તસવીરો શેર પણ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news