KGF માં ભારતનું 95 ટકા સોનાનું ઉત્પાદન થતું હતું, જાણો શું છે KGFનો ઈતિહાસ

ન્યુઝીલેન્ડમાં યુદ્ધ દરમિયાન સોનાની ખીણ અંગે ફ્ટિઝગેરાલ્ડને રસ પેદા થયો હતો. જેના કારણે જ્યારે લેફ્ટનન્ટ જોહ્ન વૉરનનો 1799 એશિયેટી જરનલમાં લખાયેલો લેખ વાંચી તેનામાં ઉત્સુકતા જાગી હતી. ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે શ્રીરંગપટનમમાં યુદ્ધ થયું હતું.

KGF માં  ભારતનું 95 ટકા સોનાનું ઉત્પાદન થતું હતું,  જાણો શું છે KGFનો ઈતિહાસ

યશ કંસારા, અમદાવાદ: વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ કેજીએફ વર્ષની સૌથી મોટી કન્નડ ફિલ્મ હતી. જે પુરા ભારતમાં છવાય અને બની ગઈ બ્લોકબસ્ટર. ફિલ્મનો હિરો યશના કેરેકટરને લોકોએ એટલું પસંદ કર્યું કે લોકોમાં ઉત્સુકતા હતી કે આ કહાની સાચી છે કે ખોટી છે. ત્યારે, આ કહાની મહદ અંશે હક્કિત છે. અને તેની સત્યતા અમે આજ તમને જણાવવા જઈ રહ્યા છે.

1871માં બ્રિટિશ આર્મીના રિટાયર્ડ સૈનિક માઈકલ ફ્ટિઝગેરાલ્ડ લાવેલએ બેંગ્લોર કેન્ટોનમેન્ટને પોતાનું ઘર બનાવ્યું. ન્યુઝીલેન્ડમાં માઉરી યુદ્ધ પરથી પરત ફરેલા ફ્ટિઝગેરાલ્ડ માટે સમય પસાર કરવો અઘરું હતો. સમય પસાર કરવા ફ્ઝિગેરાલ્ડ વાંચન કરતો, દરમિયાન તેણે 1804ના એશિયેટિક જર્નલમાંથી 4 પાનાનો એક લેખ વાંચ્યો. જેમાંથી જન્મ થયો વિશ્વના સૌથી ઉંડા ગોલ્ડ ફિલ્ડનો જે હતી કોલાર ગોલ્ડ ફિલ્ડ.

એક લેખે કરી સોના ખીણની શોધ
ન્યુઝીલેન્ડમાં યુદ્ધ દરમિયાન સોનાની ખીણ અંગે ફ્ટિઝગેરાલ્ડને રસ પેદા થયો હતો. જેના કારણે જ્યારે લેફ્ટનન્ટ જોહ્ન વૉરનનો 1799 એશિયેટી જરનલમાં લખાયેલો લેખ વાંચી તેનામાં ઉત્સુકતા જાગી હતી. ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે શ્રીરંગપટનમમાં યુદ્ધ થયું હતું. જેમાં ટીપુ સુલતાનની હત્યા થઈ હતી. જે બાદ લેફ્ટનન્ટ જોહ્ન વૉરનને કોલાર ગોલ્ડ ફિલ્ડ વિશે 1799માં જાણ થઈ હતી. અંગ્રેજોએ ટીપુ સુલતાનની તમામ જાયદાદ મયસુરને સોંપવામાં આવી હતી. પણ, કોલારને અંગ્રેજોએ પોતા પાસે રાખ્યો હતો. વૉરન ત્યારે બ્રિટિશ આર્મીને સેવા આપી રહ્યો હતો. જેથી કોલાર ગોલ્ડ ફિલ્ડનો સરવે કરવાની તેને જિમ્મેદારી સોંપવામાં આવી. વૉરને સાંભળ્યું હતું કે, ચૌલા રાજ દરમિયાન કોલારમાં લોકો હાથેથી ખોદીને સોનું કાઢતા હતા. 
No description available.

જે ચર્ચાઓ સાંભળ્યા બાદ કર્ણાટકના બેગ્લોરથી 100 કિલોમીટર દૂર આવેલા કોલાર શહેર તરફ વૉરેને પરાયણ કરી હતી. અને જ્યાંના લોકો માટે જાહેરાત કરી હતી કે, જે પણ કોઈ મને સોનું કાઢી આપશે આ જગ્યાથી તે લોકોને ઈનામ આપવામાં આવશે. થોડાં જ સમયમાં માટી ભરેલા બળદ ગાડા સાથે અનેકો ગ્રામજનો પહોંચ્યા. જ્યારે, તે માટીને સાફ કરવામાં આવી તેમાંથી નીકળ્યો સોનાનો પાઉડર. જે બાદ તેણે એક અહેવાલ રજૂ કર્યો. જેમાં, વૉરને લખ્યું, દરેક 56 કિલો માટીમાંથી 1 ગ્રામ સોનું નીકળ છે. અને આટલી ધીમી ગતિએ કામ કરી વધુ ઝડપી સોનું કાઢવું શક્ય નથી. જેથી વધુ આધુનિક રીતે સોનું કાઢવું હીતાવહ છે.

એક સૈનિકની વાત માની અગ્રેજોએ કરી સોનાની શોધ
1871માં 67 વર્ષ જુનો અહેવાલ વાંચીને ફ્ટિઝગેરાલ્ડે એક બળડ ગાળામાં 100 કિલોમીટરનો  બેંગ્લોરથી કોલારનો પ્રવાસ કર્યો. જ્યાં તેણે રિસર્ચ કર્યું અને રિસર્ચમાં એવા સ્પોટ્સ શોધ્યા જ્યાંથી મહત્તમ સોનું નીકળી શકે. 2 વર્ષની રિસર્ચ બાદ ફ્ટિઝગેરાલ્ડે 1873માં મહારાજને પત્ર લખ્યો અને માઈનિંગ માટે લાયસન્સની માંગ કરી હતી. જોકે, સરકારે તેને સોનાના માઈનિંગની જગ્યાએ કોલસાના માઈનિંગની પરવાનગી આપી. 1875માં 20 વર્ષ માટે ફ્ટિઝગેરાલ્ડને કોલારમાં માઈનિંગની લીઝ અપાઈ. જેનાથી શરૂઆત થઈ કોલારમાં સોનાના યુગની.

રોકાણકાર મળ્યા બાદ સોનાનો થયો વરસાદ
ફ્ટિઝગેરાલ્ડનો સોના પ્રત્યનો પ્રેમ એવો હતો કે સોના માટે અંગ્રજોમાં તે પોસ્ટર બોય હતો. ફ્ટિઝગેરાલ્ડ પાસે પૈસા એટલા ન હતા કે તે આધુનિક ટેક્નોલોજીથી માઈનિંગ કરી સોનું કાઢી શકે. જેથી 1877માં અન્ય સૈનિક સાથીદાર મેજર જનરલ બેરેસફોર્ડ, મેકેન્ઝી, સર વિલિયમ અને કોલોનલ વિલિયમ અર્થનોટની મદદથી એક સિન્ડીકેટ બનાવી, જેને નામ આપવામાં આવ્યું 'થ કોલાર કનસેસ્નરીસ કમ્પની લિમિટેડ' જે સિન્ડીકેટે માઈનિંગ લીઝને ઓવર ટેક કરી. દુનિયાભરથી ઈજનેરોને માઈનિંગ શાફ્ટ ખોદવા માટે કોલારમાં બોલાવવામાં આવ્યા હતા.

જોકે, થોડા સમય બાદ રોકાણકારોના પ્રેશરમાં આવીને આ સિન્ડીકેટ જોહ્ન ટેલર અને સન્સ કમ્પની પાસે આધુનિક ટેક્નોલોજી માટે પહોંચી હતી. જેનાથી કોલાર ગોલ્ડ ફિલ્ડમાંથી ઝડપીથી સોનું કાઢી શકાય. પણ, સમસ્યા તો હજુ બાકી હતી.
No description available.

ભારતમાં પ્રથમ પાવર પ્લાન્ટની સ્થાપના
કોલારમાં આધુનિક મશીનરી તો લાગી ગઈ પણ તેને ચલાવવા માટે વીજળીની જરૂર હતી. વગર વીજળી આધુનિક ટેક્નોલોજીવાળા સાધનો પણ કામ વગર ન હતા. જેના પગલે વીજળી ઉતપન્ન કરવા માટે અંગ્રજ સરકારે એશિયાનો બીજો અને ભારતનો પ્રથમ પાવર પ્લાન્ટ બનાવ્યો. વર્ષ 1900માં કાવેરી નદી પર એક હાઈડ્રોઈલેક્ટ્રીક પાવર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો.

થોડા સમય બાદ કોલાર એવું સ્થળ હતું જ્યાં મીણબત્તીની જગ્યા બલ્બે લઈ લીધી હતી. એ સમય એવો હતો કે પૈસાદારને ત્યાં વીજળી નહોતી પહોંચી. પણ કોલારના દરેક ઘરોમાં વીજળી પહોંચી હતી. 1902માં કોલારના દરેક ઘરે વીજળી પહોંચી હતી. પાવર પ્લાન્ટની સ્થાપના બાદ કોલાર ગોલ્ડ ફિલ્ડસે જે સોનું ઓક્યું તેને અંગ્રજ સરકારે ખોબલેને ખોબલે ઝીલ્યું હતું.

કોલાર બન્યું લિટલ ઈંગ્લેન્ડ
બ્રિટિશ ઈજનેરો અને દુનિયાભરના લોકો માટે કોલાર લિટલ ઈંગ્લેન્ડ બન્યું હતું. એક તો કોલારનું વાતાવરણ ઠંડુ જે બ્રિટિશરોના માફક હતું. જેના કારણે અનેક બ્રિટિશર્સે પોતાના બંગ્લ ત્યાં જ બનાવ્યા હતા. બ્રિટિશ માઈનિંગ કોલોની હોવાના કારણે કેજીએફ બ્રિટિશ કલ્ચર જેવું બનાવવામાં આવ્યું હતું. જ્યારે, માટીમાંથી સોનાને અલગ કરવા માટે પાણીની જરૂર હતી. જેના પગલે અંગ્રેજ સરકાર દ્વારા કોલારમાં જ એક આર્ટીફિશય તળાવ પણ બનાવવામાં આવ્યું હતું. જેના કારણે કોલાર તરફ લોકો વધુને વધુ આકર્ષાઈ રહ્યા હતા.

કોલાર હતું મજૂરો માટે નર્ક
ભલે કોલાર વીજળી, પાણી, આધુનિક્તાથી સજ્જ હતું. પણ કોલારમાં રહેતા મજૂરો માટે તો નર્ક સમાન જ હતું. કેમ કે મજૂરોએ કલાક ગણ્યા વગર જ કાળી મજૂરી કરવી પડતી હતી. મજૂરો માટે બનાવવામાં આવેલી માઈનિગં કોલોનીમાં એક શેડ નીચે એક પુરો પરિવાર રહેતો હતો. જેથી રહેવા માટે જગ્યા ઓછી હતી. અને તેમાં પણ ઉંદરોનો ત્રાસ વધુ હતો. દર વર્ષે મજૂરો કોલારમાંથી 50 હજાર ઉંદકો મારતા હતા. જ્યારે, ગોલ્ડ ફિલ્ડમાં મજૂરો 55 ડિગ્રી ગરમીમાં કલાકોના કલાકો કામ કરતા હતા. જેના કારણે અનેક મજૂરોના મૃત્યું પણ થયા હતા.

એક યુગનો થયો અંત
જેમ જેમ સોનું નીકળતું ઘટતું ગયું તેવી રીતે લોકો કોલાર છોડતા ગયા, જોકે અંગ્રેજોએ મહત્વના હોદ્દાઓ કોલારમાંથી આઝાદી સુધી નહોતા છોડ્યા. 1956માં ભારત સરકારે નિર્ણય કર્યો કે દરેક ગોલ્ડ માઈન પોતાના હસ્તક લેવાનો ત્યારસુધીમાં કેજીએફમાં મોટા પ્રમાણમાં સોનું નિકળી ચુક્યું હતું. તેમ છતાં 2001 સુધી કોલાર ગોલ્ડ ફિલ્ડ ચાલું રાખવામાં આવી હતી. કોલારના મજૂરોના ભારે વિરોધ બાદ પણ 2001માં કોલાર ગોલ્ડ ફિલ્ડ બંધ કરવામાં આવી હતી.

ભલે કોલાર હજુ પણ પોતાના પેટમાં મોટા પ્રમાણમાં સોનું છુંપાયેલું બેઠું હોય પણ તે સોનાને કાઢવા માટે હજારો કરોડ રૂપિયાની આવશ્યકતા છે. જોકે, હાલમાં એવું પણ ચર્ચામાં આવ્યું હતું કે, કેન્દ્રમાં રહેલી મોદી સરકાર આ ગોલ્ડ ફિલ્ડને ફરીએકવાર ખોલશે. જોકે, આ વિશે અધિકારીક કોઈ માહિતી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news