Oscar વિજેતા આ અભિનેત્રીને એક ભૂલના કારણે થયું થાઈરોઈડ કેન્સર! જાણો શું છે લક્ષણો

થાઈરોઈડ કેન્સર ગળામાં એક નાની ગાંઠના આકારમાં થાય છે. આ કેન્સર સામાન્ય રીતે 30થી 40 વર્ષના ઉંમરના લોકોમાં જોવા મળે છે. જોકે આ કોઈપણ ઉંમરમાં વિકસિત થાય છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં આ કેન્સર વિકસિત થવાની સંભાવના વધારે હોય છે.

Oscar વિજેતા આ અભિનેત્રીને એક ભૂલના કારણે થયું થાઈરોઈડ કેન્સર! જાણો શું છે લક્ષણો

નવી દિલ્લી: ઓસ્કાર વિજેતા ફિલ્મ પેરાસાઈટથી આખી દુનિયામાં જાણીતી બની ગયેલી દક્ષિણ કોરિયાની અભિનેત્રી પાર્ક સો ડેમ પેપિલરી  થાઈરોઈડ કેન્સરથી ઝઝૂમી રહી છે. 30 વર્ષની પાર્કને પોતાના રેગ્યુલર હેલ્થ ચેકઅપ દરમિયાન આ કેન્સરની માહિતી મળી. બીમારીની માહિતી મળ્યા પછી તણે સર્જરી કરાવી લીધી છે અને હવે તે ધીમે-ધીમે સ્વસ્થ થઈ રહી છે. ત્યારે આવો જાણીએ કે થાઈરોઈડ કેન્સર કેવું હોય છે, કેવાં લોકોને તેનો ખતરો વધારે છે અને તેના કયા લક્ષણ છે.

થાઈરોઈડ કેન્સર શું છે:
થાઈરોઈડ કેન્સર થાઈરોઈડની કોશિકાઓમાં હોય છે. તે એક પતંગિયાના આકારની ગાંઠ હોય છે જે તમારી ગળાની નીચે તરફ થાય છે. થાઈરોઈડમાંથી નીકળનારા હોર્મોન હ્રદય ગતિ, બ્લડ પ્રેશર, શરીરનું તાપમાન અને વજનને નિયંત્રિત કરે છે. થાઈરોઈડ કેન્સર અનેક પ્રકારના હોય છે. તેમાંથી કેટલાંક ધીમે-ધીમે વધે છે, જ્યારે કેટલાંક બહુ ઝડપથી વધે છે. થાઈરોઈડ કેન્સર કયા પ્રકારનું હોય છે, તે કઈ કોશિકાઓ પર નિર્ભર હોય છે, જેનાથી કેન્સર વધે છે. થાઈરોઈડ કેન્સર પેપિલરી, ફોલિક્યુલર, મેડુલરી અને એનાપ્લાસ્ટિક પ્રકારના હોય છે. તેમાં સૌથી વધારે લોકો પેપિલરી થાઈરોઈડ કેન્સરના શિકાર હોય છે.

થાઈરોઈડ કેન્સરના લક્ષણ:
થાઈરોઈડ કેન્સરના લક્ષણ શરૂઆતમાં જોવા મળતાં નથી પરંતુ તે જેમ-જેમ વધે છે, જેમ-તેમ ગળામાં સોજો અને દુખાવો વધતો જાય છે. તેમાં એક ગાંઠ બની જાય છે, જેને ગળાની આજુબાજુ જોઈ શકાય છે તેના કારણે ગળું બેસી જાય છે અને અવાજ બદલાવા લાગે છે. કંઈપણ ખાવામાં તકલીફ પડે છે. ગળામાં દુખાવો રહે છે. અને લિમ્ફ નોડ્સમાં પણ સોજો આવી જાય છે. પેપિલરી થાઈરોઈડ કેન્સરમાં આ બધા લક્ષણની સાથે શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગે છે. ખાસ કરીને સૂતાં સમયે વધારે તકલીફ પડે છે.

પેપિલરી થાઈરોઈડ કેન્સર:
પેપિલરી થાઈરોઈડ કેન્સર સામાન્ય રીતે થાઈરોઈડ ગ્રંથિમાં મળી આવતી વિશેષ કૂપિક કોશિકાઓમાં વિકસિત થાય છે. યૂકેની નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા પ્રમાણે થાઈરોઈડ કેન્સરમાં સૌથી વધારે પેપિલરી થાઈરોઈડ કેન્સર થાય છે. તે મોટાભાગે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોને થાય છે. ખાસ કરીને મહિલાઓમાં તેનો ખતરો સૌથી વધારે હોય છે. સારી વાત એ છે કે અન્ય પ્રકારના થાઈરોઈડ કેન્સરની સરખામણીમાં તેની સારવાર કરવી સરળ હોય છે. નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા પ્રમાણે થાઈરોઈડ કેન્સર ડિટેક્ટ થયા પછી 5 વર્ષ સુધી દર 10માંથી 9 લોકો જીવતા રહે છે. તેમાંથી અનેક લોકો સ્વસ્થ થઈ જાય છે અને સામાન્ય માણસની જેમ જીવન પસાર કરે છે.

કોને થાય છે થાઈરોઈડ કેન્સર:
કેટલીક આનુવંશિક સ્થિતિ, ફેમિલિયલ એડિનોમેટ્સ પોલીપોસિસ, ગાર્ડનર સિન્ડ્રોમ અને કાઉડેન ડિસીઝ જેવી બીમારીઓ, ફેમિલી હિસ્ટ્રી, રેડિએશન થેરેપી વગેરે વસ્તુઓ આ કેન્સરની સંભાવનાઓને વધારી દે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news