સસ્પેન્સ સાથે થ્રિલરના છો શોખિન! તો જુઓ આ ટોપ-5 કોરિયન વેબ સિરીઝ
Korean Popular Thriller Shows: તમે કોરિયન શો જોવાના શોખિન છો અને હવે રોમેન્ટિક સીરીઝ તમને બોર કરવા લાગી છે, તો આજે અમે તમને આવા પાંચ થ્રિલર શો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સસ્પેન્સથી ભરપૂર છે.
Trending Photos
Korean Popular Thriller Shows: જો તમે થ્રિલર શો જોવાના શોખીન છો અને આખી સિઝન એક રાતમાં પૂરી કરી લો છો તો તમે સાચી જગ્યાએ આવી ગયા છો. અહીં આજે અમે તમને ટોચના કોરિયન થ્રિલર શો વિશે જણાવવા જઈ રહ્યા છે, જેનું થ્રિલર કન્ટેન્ટ એટલું સોલીડ છે કે તમે દરેક સીનને આંખો ફાડી ફાડીને જોવા માટે મજબૂર થઈ જશો. એટલું જ નહીં, સસ્પેન્સ દર મિનિટે એટલો વધી જશે કે તમે છેલ્લી ઘડી સુધી તમારી સીટ પર ચીપકેલા રહેશો..!
My Name: Han So-hee, Bo Hyun-ahn અને Park Hee-soon કિમ જિન-મીન દ્વારા નિર્દેશિત માય નેમ વેબ સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ K-Drama એક મહિલાની આસપાસ ફરે છે જે તેના પિતાના હત્યારાનો બદલો લેવા માંગે છે. પરંતુ બદલો લેવા દરમિયાન, વસ્તુઓ વધી જાય છે અને તે ક્રાઇમ બોસ સાથે હાથ મિલાવે છે અને પછી જોરદાર ટ્વીસ્ટ જોવા મળે છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર જોઈ શકાય છે.
The Penthouse:War in Life: Lee Ji-ah, Kim So-yeon, Eugene, Um Ki-yoon સહિતના ઘણા કલાકારો આ સીરીઝમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. પેન્ટહાઉસ પણ એક બદલાની વાર્તા છે જે હાઈ ક્લાસ સોસાયટીનું સત્ય કહે છે. સિરીઝની સ્ટોરી એક એવી મહિલાની છે જે 100 માળની ઇમારતમાં બધાનું ધ્યાન ખેંચવા માંગે છે. આ સિરીઝમાં તે મહિલાનો સંઘર્ષ અને તેના જીવનમાં અન્ય પાત્રો કેવી રીતે સામેલ થાય છે તે બતાવવામાં આવ્યું છે. આ સીરીઝ એમેઝોન પ્રાઇમ વિડીયો પર જોઈ શકાય છે.
Vincenzo: આ સીરીઝ એક એવા માણસની સ્ટોરી છે જેને 8 વર્ષની ઉંમરે ઇટાલિયન પરિવારમાંથી દત્તક લેવામાં આવ્યો હતો. મોટા થયા પછી, તે વ્યક્તિ વકીલ અને માફિયાઓનો ખૂબ જ નજીકનો મિત્ર બની જાય છે. પરંતુ પછી ડોન મૃત્યુ પામે છે અને માણસને દરેક જગ્યાએ શોધવામાં આવે છે, તેને ભાગી જવા માટે મજબૂર કરવામાં આવે છે. આખી વાર્તા ત્યાં ફરે છે જ્યારે તે વ્યક્તિ સમગ્ર અંડરવર્લ્ડ પર રાજ કરે છે. તમે Netflix પર આ સીરીઝ જોઈ શકો છો.
Big Mouth: ધ બિગ માઉથ સિરીઝ એક સંઘર્ષ કરતા વકીલની વાર્તા છે જે ભાગ્યે જ કોઈ કેસ જીતે છે. પરંતુ જ્યારે તે ઉચ્ચ વર્ગના ષડયંત્રમાં ફસાઈ જાય છે ત્યારે તેનું જીવન ફરી જાય છે. આ શ્રેણીનું નિર્દેશનOh Chung Hwan અને Bae Hyun-Jin દ્વારા કરવામાં આવ્યું છે. તે Disney Plus Hotstar પર જોઈ શકાય છે.
The Glory: આ સિરીઝ એક મહિલાની વાર્તા છે જેનું તેના શાળા જીવન દરમિયાન મિત્રોના જૂથ દ્વારા શોષણ કરવામાં આવ્યું છે. જેના કારણે મહિલા આઘાતમાં જાય છે, ત્યારબાદ તેણે બદલો લેવાનું નક્કી કર્યું. ધ ગ્લોરી સિરીઝનું નિર્દેશન Ahn Gil-ho દ્વારા કરવામાં આવ્યું છે. કોરિયન રિવેન્જ વેબ શો નેટફ્લિક્સ પર જોઈ શકાય છે.
આ પણ વાંચો:
સંભાળીને રહેજો...અતિ ભારે વરસાદની આગાહી, આજે આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ
આ વસ્તુની ખેતીથી કરી શકો છો કરોડોની કમાણી! જાણો કઈ વાતનું રાખવું પડશે ધ્યાન
એક મહિના સુધી બે હાથે રુપિયા ભેગા કરશે આ રાશિના લોકો, રોકાણથી થશે જબરદસ્ત ફાયદો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે