''કૌશલ્ય ભારત અભિયાન'ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા વરૂણ ધવન અને અનુષ્કા શર્મા
વરૂણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ સુઈ ધાગા- મેડ ઇન ઇન્ડિયાથી કલાકારો તથા શિલ્પકાર સમુદાયને અસાધારણ રૂપથી કુશલ તથા પ્રતિભાશાળી લોકોની તરફ ધ્યાન ખેંચી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ બોલીવુડ કલાકાર વરૂણ ધવન અને અનુષ્કા શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળા 'કૌશલ્ય ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બન્વાય છે. હવે તે આ અભિયાનનો પ્રચાર કરશે. કલાકારોની આવનારી ફિલ્મ સુઈ ધાગા મેડ ઈન ઈન્ડિયા ભારતના ઉદ્યમીઓ અને પ્રતિભાશાળી કાર્યબળની કહાની છે. તેમાં વરૂણ ધવન દરજીની ભૂમિકામાં છે અને અનુષ્કા શર્મા તેની પત્ની બની છે.
પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ પ્રધાન અને 'કૌશલ્ય વિકાસ તથા ઉદ્યમીતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક વાતચીતમાં કહ્યું, પોતાની અનોખી ફિલ્મ, સુઈ ધાગા- મેડ ઈન ઈન્ડિયાના માધ્યમથી વરૂણ ધવન અને અનુષ્કા શર્મા અહીંના કલાકારો તથા શિલ્પકારો સમુદાયને અસાધારણ રૂપથી કુશલ તથા પ્રતિભાશાળી લોકો તરફ ધ્યાન ખેંચી રહ્યાં છે.
વરૂણે કહ્યું, અમારા અહીંના શિલ્પકારો, કલાકારો તથા આ પ્રકારનું કામ કરનારા રચનાત્મક લોકોને સમર્થન, આર્થિક મદદ, પ્રશિક્ષણ, કૌશલ તથા સંગઠિત કરલાના લક્ષ્યમાં વડાપ્રદાને અવિશ્વસનીય અને વાસ્તવિક દૂરદ્રષ્ટિ દેખાડી છે. અનુષ્કાએ કહ્યું કે. 'કૌશલ્ય ભારત અભિયાન દેશના પ્રતિભાશાળી કાર્યબળને સમર્થન આપવા અને સમાવેશ કરવાની સરકારની ઈચ્છાશક્તિનું સૂચક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે