વરૂણ ધવન અને નતાશા દલાલ જલ્દી બનશે માતા-પિતા, અભિનેતાએ પોસ્ટ કરી આપી માહિતી

Varun Natasha Become Parents Soon: અભિનેતા વરૂણ ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પત્ની નતાશા દલાલની સાથે એક ક્યૂટ ફોટો શેર કરી પોતાના પિતા બનવાના સારા સમાચાર ફેન્સ સાથે શેર કર્યાં છે. 

વરૂણ ધવન અને નતાશા દલાલ જલ્દી બનશે માતા-પિતા, અભિનેતાએ પોસ્ટ કરી આપી માહિતી

Varun Natasha Become Parents Soon: હિન્દી સિનેમા જગતના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર ડેવિડ ધવનના પુત્ર અને અભિનેતા વરૂણ ધવને તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર પત્ની નતાશા દલાલની સાથે એક સુંદર તસવીર શેર કરી છે. આ સાથે તેણે ફેન્સને એક ગુડ ન્યૂઝ આપ્યા છે. વરૂણે નાતાશા સાથે ફોટો શેર કરતા જણાવ્યું કે તે જલ્દી માતા-પિતા બનવા જઈ રહ્યાં છે.

તો આ સમાચાર મળ્યા બાદ તેના ફેન્સ પણ કોમેન્ટ્સમાં પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં છે અને વરૂણ-નતાશાને માતા-પિતા બનવા પર શુભેચ્છા આપી રહ્યાં છે. શેર કરવામાં આવેલી તસવીરની વાત કરીએ તો આ તસવીરમાં વરૂણ ઘૂંટણ પર બેસી નતાશાના બેબી બંપ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે. અભિનેતાએ આ તસવીર બ્લેક એન્ડ વ્બાઇટ ફિલ્ટરની સાથે શેર કરી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VarunDhawan (@varundvn)

જલ્દી માતા-પિતા બનશે વરૂણ-નતાશા
એટલું જ નહીં આ તસવીરને શેર કરતા વરૂણ ધવને એક સુંદર કેપ્શન પણ આપ્યું છે, જેમાં તે લખે છે- અમે પ્રેગનેન્ટ છીએ. તમારા બધાના આશીર્વાદ અને પ્રેમની જરૂર છે. આ સાથે તેણે હાર્ટનું ઈમોજી પણ શેર કર્યું છે. આ તસવીર પર લોકો અભિનેતાને શુભેચ્છા આપી રહ્યાં છે.

તો વરૂણ ધવનના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે છેલ્લે નિતેશ તિવારીની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ બવાલમાં જાહન્વી કપૂર સાથે જોવા મળ્યો હતો. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો, જેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. ત્યારબાદ વરૂણના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે જલ્દી બેબી જોન સિવાય વામિકા ગબ્બી સાથે વીડી18 અને વેબ સિરીઝ સિટાડેલ ઈન્ડિયામાં જોવા મળવાનો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news