Box Office Collection: એનિમલ સામે Sam Bahadur એ પણ દેખાડ્યો દમ, પહેલા દિવસે છાપ્યા આટલા કરોડ

Sam Bahadur: ફિલ્મ જોનાર મેઘના ગુલઝારની સેમ બહાદુર ફિલ્મને એવોર્ડ વિનિંગ ફિલ્મ ગણાવી રહ્યા છે. તેવામાં સૈમ બહાદુર ફિલ્મના ફર્સ્ટ ડે બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા પણ સામે આવી ગયા છે. વિકી કૌશલની ફિલ્મ સેમ બહાદુર એ પહેલા દિવસે 6 કરોડથી વધુની કમાણી કરી છે. 

Box Office Collection: એનિમલ સામે Sam Bahadur એ પણ દેખાડ્યો દમ, પહેલા દિવસે છાપ્યા આટલા કરોડ

Sam Bahadur: બોલીવુડ સ્ટાર વિકી કૌશલની ફિલ્મ સેમ બહાદુર પણ 1 ડિસેમ્બરે એનિમલની સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. બોક્સ ઓફિસ પર 1 ડિસેમ્બર 2023 ના રોજ બે દમદાર ફિલ્મોનું ક્લેશ થયું છે. જોકે વિકી કૌશલની ફિલ્મ સૈમ બહાદુરને પણ ક્રિટિક્સ તરફથી અને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મ જોનાર મેઘના ગુલઝારની સેમ બહાદુર ફિલ્મને એવોર્ડ વિનિંગ ફિલ્મ ગણાવી રહ્યા છે. તેવામાં સૈમ બહાદુર ફિલ્મના ફર્સ્ટ ડે બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા પણ સામે આવી ગયા છે. વિકી કૌશલની ફિલ્મ સેમ બહાદુર એ પહેલા દિવસે 6 કરોડથી વધુની કમાણી કરી છે. 

ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે સેમ બહાદુર ફિલ્મની ઓપનિંગ કમાણીના આંકડા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે વિકી કૌશલની ફિલ્મ સેમ બહાદુરે ઘરેલુ બોક્સ ઓફિસ પર 6.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જોકે એનિમલ ફિલ્મની સરખામણીમાં સેમ બહાદુર નો બિઝનેસ ખૂબ ઓછો છે પરંતુ રણબીર કપૂરની એક્શન મુવીના ક્રેઝ વચ્ચે વિકી કૌશલ સ્ટાર આ ફિલ્મનો જે આંકડો છે તે પણ ખૂબ જ પોઝિટિવ અને સારો છે. આવનારા દિવસોમાં સેમ બહાદુર પણ સારી એવી કમાણી કરે તેવી શક્યતાઓ છે.

મેઘના ગુલઝારે જે ફિલ્મ બનાવી છે તેમાં ભારતના પહેલા ફિલ્ડ માર્શલ સામ માણેકશાના જીવનને દેખાડવામાં આવ્યું છે. સેમ બહાદુર ભારતના પહેલા ફિલ્ડ માર્શલની બાયોપિક છે. આ ફિલ્મમાં ફિલ્ડ માર્શલનું પાત્ર વિકી કૌશલે નિભાવ્યું છે સાથે જ સાનિયા મલ્હોત્રા તેની પત્નીના રોલમાં અને ફાતિમા સના શેખ ફિલ્મમાં ભારતના પૂર્વ પ્રધાનમંત્રી બની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news