Video: ઇશા દેઓલે પુત્રી રાધ્યા સાથે કર્યું રેમ્પવોક, તાળીઓ ગુંજી ઉઠ્યું સ્ટેજ

ઇશા દેઓલે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર રાધ્યા અને પોતાના કેટલાક ફોટોઝ અને એક વીડિયો શેર કરતાં લખ્યું કે રાધ્યાનો ફર્સ્ટ રેમ્પવોક. ઇશાએ આગળ લખ્યું કે પ્રાઉડ ડેડી ભરત તખ્તાની અમારા માટે ઓડિયન્સમાં બેસીને તાળીઓ વગાડતાં હતા. 

Video: ઇશા દેઓલે પુત્રી રાધ્યા સાથે કર્યું રેમ્પવોક, તાળીઓ ગુંજી ઉઠ્યું સ્ટેજ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી ઇશા દેઓલ બે પુત્રીઓની મા છે અને તેની સાથે તે ઇંડસ્ટ્રીના સ્વીટ કપલ હેમા માલિની અને ધમેંદ્વની પુત્રી છે. ઇશા લગ્ન કર્યા બાદથી લાઇમલાઇટમાં ઓછી જોવા મળે છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. થોડા દિવસો પહેલાં મુંબઇમાં થયેલા લેક્મે ફેશન વીકમાં પુત્રી રાધ્યા સાથે રેમ્પવોક કરતી જોવા મળી હતી. ઇશા અને તેમની પુત્રી રાધ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

ઇશા દેઓલે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર રાધ્યા અને પોતાના કેટલાક ફોટોઝ અને એક વીડિયો શેર કરતાં લખ્યું કે રાધ્યાનો ફર્સ્ટ રેમ્પવોક. ઇશાએ આગળ લખ્યું કે પ્રાઉડ ડેડી ભરત તખ્તાની અમારા માટે ઓડિયન્સમાં બેસીને તાળીઓ વગાડતાં હતા. 

A post shared by Esha Deol (@imeshadeol) on

તમને જણાવી દઇએ કે ઇશાએ 10 જૂના રોજ બીજી પુત્રીને જન્મ આપ્યો છે. ઇશાએ પોતાના ઇંસ્ટાગ્રામ પર પુત્રીના બર્થની જાણકારી આપતાં એક પોસ્ટ કરી હતી. ઇશા અને પતિ ભરત તખ્તાનીએ પુત્રીનું નામ માયરા રાખ્યું છે. ઇશા અને ભરતે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. પોતાના લગ્નના 5 વર્ષ બાદ ઇશાએ પુત્રી રાધ્યાને જન્મ આપ્યો. ફર્સ્ટ પ્રેગ્નેંસી વખતે ઇશાએ કહ્યું હતું કે પોતાની પુત્રી માટે તેમને મા હેમા માલિની અને તેમની બહેન અહાનાનો ખૂબ સપોર્ટ મળ્યો. તો બીજી તરફ એક્ટ્રેસ હેમા માલિની અને સીનિયર અભિનેતા ધર્મેંદ્વ ત્રીજી વાર નાની-નાની બની ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news