એક્સક્લુઝીવ : જાહેરમાં કરેલી કિસનો વીડિયો વાઇરલ થયા પછી અંકિતાના બોયફ્રેન્ડની હાલત સુડી વચ્ચે સોપારી જેવી કારણ કે...
થોડા સમય પહેલા જ મર્ણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીમાં જોવા મળેલી અંકિતા લોખંડેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં અંકિતા લોખંડે તેના બોયફ્રેન્ડ વિક્કી જૈનને કિસ કરતી જોવા મળે છે
Trending Photos
મુંબઈ : થોડા સમય પહેલા જ મર્ણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીમાં જોવા મળેલી અંકિતા લોખંડેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં અંકિતા લોખંડે તેના બોયફ્રેંડ વિક્કી જૈનને કિસ કરતી જોવા મળે છે. કપલના વાયરલ વીડિયોમાં તેમની કેમેસ્ટ્રી જોરદાર જોવા મળી હતી. અંકિતા લોખંડે તેના બોયફ્રેંડ વિક્કી જૈન સાથે એક લગ્નમાં ભાગ લેવા માટે આવી હતી, લગ્નમાં તેમણે ખુબ જ મજા કરી હતી. બન્નેએ ડાંસ પણ કર્યો હતો. વીડિયોમાં કપલ ઢોલના તાલ સાથે ડાંસ કરતા જોવા મળે છે. આ દરમિયાન અંકિતાએ વિક્કીને લીપલોક કિસ કરી હતી. તેનો આ વીડિયો ઈન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
અંકિતા અને વિક્કી ઘણીવાર સાથે જોવા મળે છે. અંકિતાની બર્થ ડે પાર્ટીમાં વિક્કી પણ સામેલ હતો. બન્ને કેટલાય વેકેશન પર પણ સાથે જઈ આવ્યા છે. પરંતું બન્નેએ આ સબંધને હંમેશા દોસ્તીનું નામ આપ્યું છે. એન્ટરટેઇનમેન્ટ પોર્ટલના જણાવ્યાં પ્રમાણે બન્ને ટૂંક સમયમાં જ લગ્ન કરી શકે છે. અંકિત લોખંડેનું અફેયર પહેલા સુશાતસિંહ રાજપુત સાથે હતું પરંતુ તેમના સંબંધોમાં ખટરાગ આવતા આ સંબંધનો અંત આવ્યો હતો.
હાલમાં અંકિતાના જીવનમાં ફરીથી ખુશીનું સામ્રાજય છવાઈ ગયું છે. નોંધનીય છે કે અંકિતા આ પહેલાં અનેક વર્ષો સુધી ટીવી સ્ટાર સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશીપમાં હતી. આ બંને લગ્ન કરવાના છે એવા સમાચાર આવી રહ્યા હતા પણ આખરે બંને અલગ થઈ ગયા હતા. હાલમાં અંકિતાના બોયફ્રેન્ડ તરીકે વિક્કી જૈનના નામની ચર્ચા છે.
આ વાઇરલ વીડિયો વિશે વાત કરવા માટે જ્યારે બોલિવૂડ લાઇફની ટીમે વિક્કી જૈન સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિક્કીએ પહેલાં તો ફોન ઉપાડ્યો પણ સવાલ સાંભળીને ફોન કટ કરી દીધો. આ વાતનો તો સીધો મતલબ એ જ થાય છે કે વિક્કી હાલમાં અંકિતા સાથેની રિલેશનશીપ વિશે કંઈ સ્પષ્ટતા નથી કરવા ઇચ્છતો. જોકે, વીડિયો વાઇરલ થઈ જતા વિક્કીની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. જોકે, મણિકર્ણિકામાં ઝલકારી બાઈનો રોલ કરીને બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરનાર અંકિતા હાલમાં જ પોતાના લગ્ન વિશે ચાલી રહેલી ચર્ચાની સ્પષ્ટતા કરી હતી. DNAને આપેલા ઇન્ટરવ્યૂમાં અંકિતાએ કહ્યું છે કે ''નજીકના ભવિષ્યમાં લગ્ન કરવાનો મારો કોઈ ઇરાદો નથી. અત્યારે મારું ધ્યાન મારી કરિયરમાં કેન્દ્રિત થયેલું છે. મારા પર પરિવારનું કોઈ દબાણ નથી. મેં મારી કરિયર પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. હું ભવિષ્યમાં જ્યારે પણ લગ્ન કરીશ ત્યારે મારું કામ ચાલું જ રાખીશ.''
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે