રાજકુમાર રાવનું દર્દ છલકાયું, કહ્યું- 'સ્કૂલની ફી ભરવાના પણ પૈસા ન હતા'
રાજકુમારે જણાવ્યું કે તે મિડલ ક્લાસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. તેમણે જણાવ્યું કે એક સમય એવો આવ્યો કે જ્યારે તેમની પાસે સ્કૂલ ફીના પૈસા ન હતા. એવામાં સ્કૂલના શિક્ષકોએ મળીને તેમની મદદ કરી અને બે વર્ષ સુધી રાજકુમાર સ્કુલ ફી આપતા રહ્યા.
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ એક્ટર રાજકુમાર રાવ (Rajkummar Rao) પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મેડ ઇન ચાઇના (Made In China)' ને લઇને ખૂબ વ્યસ્ત છે. આ ફિલ્મનું ધાંસૂ ટ્રેલર રિલીઝ થતાં જ લોકોમાં આ ફિલ્મને લઇને એક્સાઇમેંટ વધી ગઇ છે અને એટલું જ નહી આ ફિલ્મનું ટ્રેલર અત્યાર સુધી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું છે. ફિલ્મનું ટ્રેલર એટલું જોઅરદાર છે કે તમે તેને જોઇને તમે હસ્યા વિના રહેશો નહી. બીજી તરફ અમારી સહયોગી વેબસાઇટ ડીએનએમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર તાજેતરમાં જ રાજકુમારે પિંકવિલા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે તેમણે પોતાના જીવનમાં ઘણી મુશ્કેલ સમસ્યાઓનો સામનો કર્યો છે.
રાજકુમારે જણાવ્યું કે તે મિડલ ક્લાસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. તેમણે જણાવ્યું કે એક સમય એવો આવ્યો કે જ્યારે તેમની પાસે સ્કૂલ ફીના પૈસા ન હતા. એવામાં સ્કૂલના શિક્ષકોએ મળીને તેમની મદદ કરી અને બે વર્ષ સુધી રાજકુમાર સ્કુલ ફી આપતા રહ્યા. તેમણે આગળ જણાવ્યું કે જ્યારે તે મુંબઇ આવ્યા હતા તો તે ખૂબ જ નાના ઘરમાં રહેતા હતા, તેમની પાસે 7000 રૂપિયા ભાડા પેટે ચૂકવવા પડશે. તેમને લાગતું હતું કે આ રકમ વધુ છે. તેમને એવું લાગતું હતું કે જીવવા માટે દર મહિને 15000-20000 રૂપિયાની જરૂર છે અને તેમની લાઇફમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે તેમને નોટિફિકેશન આવ્યું કે એકાઉન્ટમાં માત્ર 18 રૂપિયા બચ્યા છે.
તમને જણાવી દઇએ કે રાજકુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મેડ ઇન ચાઇના'માં મૌની રોય, અમાયરા દસ્તૂર, પરેશ રાવલ, બોમન ઇરાની અને સુમિત વ્યાસ પણ મુખ્ય પાત્રોમાં જોવા મળશે. આ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે