TMKOC: તારક મહેતા....શોમાં દયાબેનની વાપસી પર લેટેસ્ટ અપડેટ, જાણો શું કહ્યું અસિત મોદીએ?
તારક મહેતાના અનેક કલાકારો શો છોડી ચૂક્યા છે અને તેમની જગ્યાએ નવા કલાકારો પણ આવી ગયા છે. પરંતુ હજુ સુધી જો કોઈ એક કલાકારની રાહ જોવાતી હોય તો તે છે દયાબેન એટલે કે દિશા વાકાણી. દર્શકોને હજુ પણ દિશા વાકાણી શોમાં દયાબેન બનીને પાછી ફરે એનો ઈન્તેજાર છે. હે માં માતાજી....કહેતા દયાબેન ઉર્ફે દિશા વાકાણીની એન્ટ્રી અંગે હવે અસિત મોદીએ રિએક્ટ કર્યું છે. જાણો શોમાં દયાબેન પાછા ફરશે કે નહીં?
Trending Photos
ટીવીના ફેમસ કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક ઉંમરના લોકોનો મનગમતો શો છે. આ શો છેલ્લા લગભગ 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જ નહીં પરંતુ તેના કલાકારો પણ દર્શકોના મનની ખુબ નજીક છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી આ શો ખુબ વિવાદમાં પણ રહ્યો છે. તારક મહેતાના અનેક કલાકારો શો છોડી ચૂક્યા છે અને તેમની જગ્યાએ નવા કલાકારો પણ આવી ગયા છે. પરંતુ હજુ સુધી જો કોઈ એક કલાકારની રાહ જોવાતી હોય તો તે છે દયાબેન એટલે કે દિશા વાકાણી. દર્શકોને હજુ પણ દિશા વાકાણી શોમાં દયાબેન બનીને પાછી ફરે એનો ઈન્તેજાર છે. હે માં માતાજી....કહેતા દયાબેન ઉર્ફે દિશા વાકાણીની એન્ટ્રી અંગે હવે અસિત મોદીએ રિએક્ટ કર્યું છે. જાણો શોમાં દયાબેન પાછા ફરશે કે નહીં?
દયાબેનને પાછા લાવવા ખુબ જરૂરી છે
તારક મહેતા....શોના અસિત મોદીએ હાલમાં જ ન્યૂઝ 18 સાથે વાતચીતમાં TMKOC માં દયાબેનની ગેરહાજરી પર વાત કરી. અસિત મોદીએ કહ્યું કે, 'દયાબેનને પાછા લાવવા ખુબ જરૂરી છે. કારણ કે મને પણ તેમની યાદ આવે છે. અનેકવાર પરિસ્થિતિઓ એવી બદલાઈ જાય છે કે કઈક ચીજો એવી એવી બને છે અને તેમાં મોડું થઈ જાય છે. અનેકવાર કહાની લાંબી થઈ જાય છે. અનેકવાર કેટલીક મોટી ઘટનાઓ ઘટે છે. 2024માં ચૂંટણી હતી, આઈપીએલ હતું અને પછી વર્લ્ડ કપની મેચ હતી. વરસાદની મૌસમ હતી. કેટલાક કારણોસર તેમાં વિલંબ થઈ જાય છે.'
આ કારણસર શોમાં વાપસી નથી કરી રહી દિશા
અસિત મોદીએ આગળ વાત કરતા કહ્યું કે, હું હજુ પણ કોશિશ કરી રહ્યો છું. મને લાગે છે કે દિશા વાકાણી પાછી આવી શકે તેમ નથી, કારણ કે તેના બે બાળકો છે. તે મારી બહેન જેવી છે. આજે પણ, તેના પરિવાર સાથે મારો ખુબ જ નીકટનો સંબંધ છે. મારી બહેન દિશાએ મને રાખડી બાંધી છે. તેના પિતા અને ભાઈ પણ મારા માટે એક પરિવાર છે. અમે 17 વર્ષ સુધી એક સાથે કામ કર્યું. આટલા વર્ષો સુધી કામ કર્યા બાદ આ મારો પરિવાર બની ગયો.
વાપસી પર શું કહ્યું?
અસિત મોદીએ દયાબેનની વાપસી પર કહ્યું કે, 'હું હજુ પણ સકારાત્મક છું. મને ક્યાંકને ક્યાંક એવું લાગે છે કે ભગવાન કોઈ ચમત્કાર કરશે અને તે પાછી આવી જશે. જો તે આવી જાય તો સારી વાત રહેશે. જો કોઈ કારણસર ન આવી શકે તો મારે શો માટે એક નવા દયાબેન લાવવા પડશે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે