કિન્નર સમુદાય સાથે અક્ષયકુમારના સંબંધોની દિલચસ્પ કહાની
બોલિવુડના ખેલાડી કુમાર તરીકે જાણીતા અક્ષયકુમાર હાલ તેમની અપકમિંગ ફિલ્મને લઈને સૌથી વધુ ચર્ચામા છે. જે દિવસથી આ ફિલ્મનું ટ્રેલર લોંચ થયું છે તે દિવસથી જ આ ફિલ્મ વિવાદોના ઘેરામાં ઘેરાઈ ગઈ છે.
Trending Photos
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદ: બોલિવુડના ખેલાડી કુમાર તરીકે જાણીતા અક્ષયકુમાર હાલ તેમની અપકમિંગ ફિલ્મને લઈને સૌથી વધુ ચર્ચામા છે. અમે ફિલ્મ લક્ષ્મીની વાત કરી રહ્યાં છીએ. ફિલ્મમાં અક્ષયકુમાર એક ટ્રાંસજેન્ડરની ભૂમિકા ભજવી રહ્યાં છે. ઘણાં ઓછા લોકોને ખબર હશે કે નાનપણથી જ અક્ષયકુમારનો કિન્નર સમુદાય સાથે ખાસ સંબંધ રહ્યો છે .
તાજેતરમાં જ અક્ષયકુમારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કિન્નરોનું તેમના જીવનમાં વિશેષ મહત્વ છે. અક્ષય જ્યારે નાના હતા ત્યારે કિન્નરો તેમને રમાડવા તેમાનાં ઘરે આવતા હતાં. દરેક સારા પ્રસંગે તેમના ઘરે કિન્નર સમુદાયના લોકોને જમાડવામાં આવતા હતા. આજે અક્ષયકુમાર જે કંઈ પણ છે તેમાં કિન્નર સમુદાયના આર્શીવાદનું વિશેષ મહત્વ છે. અક્ષયકુમારે એમ પણ કહ્યું કે, આપણાં દરેક સારા પ્રસંગોમાં આ કિન્નરોએ આપણને દિલથી દુવાઓ આપી છે. હવે એમને ખુશીઓ આપવાની એમનું સન્માન કરવાનો આપણો વારો છે. આપણે અત્યાર સુધી નજરથી બચવા માટે ઘણાં ટીકા લગાવ્યાં છે હવે આપણે આપણો નજરીયો બદલાવાળો ટીકો લગાવવાની જરૂર છે.
Ab bas 2 din mein aayegi #Laxmii, aap ke dilon aur gharon pe raaj karne. Streaming from 9th
November only on @DisneyplusHSVIP! #TwoDaysToLaxmii#Laxmii #FoxStarStudios #DisneyPlusHotstarMultiplex #YehDiwaliLaxmiiWali@advani_kiara @offl_Lawrence @Shabinaa_Ent @TusshKapoor pic.twitter.com/IwSYIUvMbk
— Akshay Kumar (@akshaykumar) November 7, 2020
જે દિવસથી આ ફિલ્મનું ટ્રેલર લોંચ થયું છે તે દિવસથી જ આ ફિલ્મ વિવાદોના ઘેરામાં ઘેરાઈ ગઈ છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર સાથે કિયારા અડવાણી મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી રહી છે. સૌથી પહેલાં આ ફિલ્મના ટાઈટલને લઈને જ વિવાદ શરૂ થઈ ગયો હતો. નિર્દેશકે, પહેલાં આ ફિલ્મનું નામ લક્ષ્મી બોમ્બ રાખ્યું હતું. જેમાં હિન્દુ દેવી-દેવતાઓના અપમાનની વાતથી ભારે વિવાદ થયો.
વિવાદને પહલે રિલીઝના થોડા દિવસ પહેલાં જ ફિલ્મનું નામ બદલીને લક્ષ્મી રાખવામાં આવ્યું. જોકે, વિવાદ અહીંથી પુરો થતો નથી. હાલ ટ્વીટર પર અક્ષયકુમારની અપકમિંગ ફિલ્મ લક્ષ્મીને બૈન કરવાનો ટ્રેન ચાલી રહ્યો છે. સંખ્યાબંધ લોકોએ ટ્વીટર પર આ ફિલ્મને લઈને વિરોધ નોંધાવી રહ્યાં છે.
રાઘવ લોરેન્સ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સેન્સર સર્ટિફિકેટ માટે ગઇ અને સ્ક્રીનિંગ બાદ મેકર્સે સીબીએફસીની સાથે ચર્ચા કરી. પોતાના દર્શકોની ભાવનાઓને ધ્યાનમાં રાખતાં અને તેનું સન્માન કરતાં ફિલ્મના નિર્માતા-શબીના ખાન, તુષાર કપૂર અને અક્ષય કુમારે પોતાની ફિલ્મનું ટાઇટલ બદલવાનો નિર્ણય કર્યો છે. અક્ષય કુમાર અને કિયારા અડવાણી અભિનીત હોરર-કોમેડી ફિલ્મનું ટાઇટલ હવે 'લક્ષ્મી (Laxmmi)' છે.
માત્ર ટ્વીટર જ નહીં, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ફિલ્મને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. લોકો ફિલ્મનો બહિષ્કાર કરી ફિલ્મ પર પ્રતિબંધ લાદવાની માગ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ફિલ્મનું એક સોંગ રિલીઝ થયું છે. ફિલ્મનું બમભોલે સોંગ હાલ સોશિયલ મીડ઼િયામાં સૌથી વધુ ટ્રેંડ થઈ રહ્યું છે. જોકે, આ સોંગમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન થયું હોવાની વાત સાથે તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જોકે, હાલમાં જ રિલીઝ થયેલાં ફિલ્મના બમભોલે સોંગમાં અભિનેતા અક્ષયકુમારનું પાવર પેક પર્ફોમન્સ જોવા મળે છે. હાથમાં ત્રિશુલ લઈને અક્ષયકુમાર ભોલેનાથની મૂર્તિ સામે ડાંસ કરતા જોવા મળે છે. આ ઉપરાંત ફિલ્મમાં બુર્ઝ ખલીફા સોન્ગ પણ હિટ થઇ રહ્યું છે. જેમાં અક્ષયકુમાર હંમેશાની જેમ પોતાના રફ એન્ડ ટફ અંદાજમાં જ્યારે ક્યારા અડવાણી હોટ લૂકમાં જોવા મળે છે.
#BamBholle is streaming on all platforms
Gaana - https://t.co/rPOfjo0ek5
JioSaavn - https://t.co/eri4AZS1mE
Wynk Music - https://t.co/FbFQIwz0Jx
iTunes - https://t.co/QS1vq61Ujl
Apple Music - https://t.co/QS1vq61Ujl
Google Play - https://t.co/JKFC2IkMhM pic.twitter.com/DHC75339fY
— Akshay Kumar (@akshaykumar) November 4, 2020
ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માટે ટ્વિટર પર બૈન લક્ષ્મી મુવી નામથી લોકો અભિયાન ચલાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફિલ્મમાં લવ-ઝેહાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. કેટલાંક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છેકે, આ ફિલ્મમાં હીરો મુસ્લિમની ભૂમિકામાં છે અને અભિનેત્રી હિંદૂની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષયકુમાર એક ટ્રાંસજેંડરનું પાત્ર ભજવી રહ્યાં છે. અક્ષય કુમારનું ટ્રાંસજેંડરનું પાત્ર ખૂબ ચર્ચામાં છે.
આ ફિલ્મ વિશે એક ટીવી શોમાં અભિનેત્રી ક્યારા અડવાણીએ એમ પણ કહ્યું હતુંકે, આ ફિલ્મમાં દર્શકોને અક્ષયકુમારનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પરફોમંસ જોવા મળશે. અક્ષયકુમારે ટ્રાંસજેડરના રોલ માટે આ ફિલ્મમાં ખુબ જ મહેનત કરી છે. એવું પણ જાણવા મળ્યું છેકે, આ ફિલ્મમાં ટ્રાંસ જેન્ડરના રોલ માટે અક્ષયકુમારે કિન્નરો સાથે કલાકો સુધી વાર્તાલાપ કર્યો હતો.
કિન્નરો સાથે વાતચીત કરીને તેમના જેવો લૂક અને આબેહુબ તેમની જેમ લાગવા માટે અક્ષયે આ ફિલ્મમાં ખુબ મહેનત કરી છે. અને દર્શક તરીકે અને એમાંય જો તમે અક્ષયકુમારના ફેન હશો તો તમે આ ફિલ્મ જરૂર આકર્ષિત કરશે. આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારા દિગ્દર્શક રાઘવ લોરેન્સ કહે છે કે તેમને આ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના પ્રશ્નો ઉભા કરવાની તક મળી છે. આ ફિલ્મ તમિલ હોરર કોમેડી ‘મુનિ 2: કંચના’ની રિમેક છે. તે ફિલ્મ પણ વર્ષ 2011માં લોરેન્સે જ બનાવવામાં આવી હતી.
આ વિશે વાત કરતાં ડિરેક્ટર રાઘવ લોરેન્સે કહ્યું હતું કે, ‘હું એક ટ્રસ્ટ ચલાવુ છું અને કેટલાક ટ્રાન્સજેન્ડર્સે મદદ માટે મારા ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો.
જ્યારે મેં તેમની વાત સાંભળી ત્યારે મને લાગ્યું કે મારે તેમની સ્ટોરી દરેક સુધી પહોંચાડવી જોઈએ, પહેલા કંચનાના પાત્ર દ્વારા અને હવે આ ફિલ્મમાં લક્ષ્મીના પત્ર દ્વારા આ ફિલ્મ લાખો-કોરોડો લોકો સુધી પહોંચશે.
રાઘવ લોરેન્સે એમ પણ કહ્યુંકે, ફિલ્મ જોયા બાદ પ્રેક્ષકોને જાણ થઇ જશે કે હું કઈ બાબત અંગે વાત કરી રહ્યો છું. મેં પ્રથમ હોરર કોમેડી શૈલીમાં ટ્રાન્સજેન્ડર્સ વિશે મહત્વપૂર્ણ સામાજિક સંદેશ સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે. પાત્રોને એવી રીતે લખવામાં આવ્યા છે કે પ્રેક્ષકો સ્ક્રીન પર વિવિધ પાત્રોનો આનંદ માણી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે