Corona era News

કોરોના કાળમાં આ વિભાગે પડદા પાછળ કરી મોટી કામગીરી, લોકો આ વિશે જાણતા પણ નથી
 નેપથ્યમાં રહી કોરોના ક્રાઈસિસને કંટ્રોલમાં લાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે આ વિભાગે. સુરત શહેર, જિલ્લા સહિત નવસારી જિલ્લાની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા આગવી વ્યૂહરચના ઘડી હતી. સંભવિત ત્રીજી લહેરનું પણ આગોતરૂ આયોજન કરીને સુરતની વસ્તીના આધારે પ્રોજેક્શન મોડેલ તૈયાર કર્યું છે. ૫૦ કર્મચારીઓ આરોગ્ય તંત્ર સાથે પડછાયાની જેમ રહીને સંક્રમણને આગળ વધતું અટકાવવાંમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સમગ્ર દેશ સહિત સુરત શહેરે કોરોનાની પહેલી તથા બીજી લહેરનો મક્કમતાથી સામનો કર્યો છે. અનેક ડોક્ટરો, ઉચ્ચ અધિકારીઓથી લઈને આરોગ્ય વિભાગના યોદ્ધાઓના દિન-રાતના સહિયારા પ્રયાસોના કારણે કોરોનાને નિયંત્રિત કરવામાં સફળતા મળી છે. કોરોનાની કૂચને અટકાવવાંમાં એવા ઘણાં 'સાયલન્ટ વોરિયર્સ' નિમિત્ત બન્યાં, જેમની નેપથ્યમાં-પડદા પાછળની કામગીરીથી કોરોનાનો કહેર કાબુમાં આવ્યો છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે નવી સિવિલ હોસ્પિટલનો પી.એસ.એમ.(પ્રિવેન્ટીવ એન્ડ સોશ્યલ મેડિસિન) વિભાગ.
Jun 13,2021, 16:09 PM IST

Trending news