યુવરાજ સિંહ બાદ હવે આ અભિનેત્રીની થઈ ધરપકડ, નામ જાણી ચોંકશો, જાણો શું છે મામલો

હાંસી (હિસાર, હરિયાણા) પોલીસ મથકે તેની લગભગ ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી. અભિનેત્રી પર એસસી/એસટી એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો.

Updated By: Oct 19, 2021, 07:20 AM IST
યુવરાજ સિંહ બાદ હવે આ અભિનેત્રીની થઈ ધરપકડ, નામ જાણી ચોંકશો, જાણો શું છે મામલો
તસવીર-ANI

નવી દિલ્હી: બિગ બોસ ફેમ અભિનેત્રી યુવિકા ચૌધરીની હરિયાણા પોલીસે સોમવારે ધરપકડ કરી. યુવિકા પર એક વીડિયોમાં અનુસૂચિત જાતિ અંગે આપત્તિજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. હાંસી (હિસાર, હરિયાણા) પોલીસ મથકે તેની લગભગ ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી. અભિનેત્રી પર એસસી/એસટી એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો. જો કે બાદમાં તેને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે વચગાળાના જામીન આપ્યા જેથી કરીને અભિનેત્રીનો છૂટકારો પણ થઈ ગયો. 

યુવિકા મુંબઈથી હાંસી પહોંચી હતી. તેના વકીલ અશોક બિશ્નોઈએ સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે મારી ક્લાયન્ટ હાઈકોર્ટના દિશા નિર્દેશ મુજબ તપાસમાં સામેલ થઈ અને તે હાલ વચગાળાના જામીન પર છે. હવે આ કેસમાં 24 નવેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી થશે. 

શું છે આખો મામલો?
આ વર્ષે મે મહિનામાં યુવિકાએ તેના પતિ અને અભિનેતા પ્રિન્સ નરુલા સાથે એક વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તે જાતિય ટિપ્પણી કરતી જોવા મળી. મામલો વધી ગયો ત્યારે યુવિકાએ માફી પણ માંગી અને કહ્યું હતું કે તેને આ શબ્દનો અર્થ ખબર નહતી. ત્યારબાદ દલિત અધિકાર કાર્યકર રજત કલસને હાંસીમાં અભિનેત્રી વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અધિનિયમ હેઠળ કેસ દાખલ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube